અમદાવાદ,તા.28
વન નેશન વન ટેકસ હેઠળ દેશભરમાં લાગુ થયેલા જીએસટીને સાત વર્ષ થવા છતાં સિસ્ટમ હજુ ફૂલપ્રુફ બની ન હોય તેમ નવા-નવા કૌભાંડોનો પર્દાફાશ થતો જ રહ્યો છે સાથોસાથ જીએસટી કરદાતાઓની સંખ્યામાં પણ સારો એવો વધારો છે.
ગુજરાતમાં છેલ્લા સાત વર્ષમાં જીએસટી કરદાતાઓની સંખ્યામાં 134 ટકાનો વધારો છે. 1 જુલાઈ 2017 ના રોજ એકટીવ જીએસટી કરદાતાની સંખ્યા 5.08 લાખ હતી તે હવે 11.95 લાખ પર પહોંચી છે. અર્થતંત્રનો વિકાસ અને વધતા રોકાણની આ સાબીતી હોવાનું નિષ્ણાંતોનું કથન છે.
જીએસટી વિભાગનાં એક સીનીયર અધિકારીએ જણાવ્યું હતું કે વર્ષો વર્ષ વધતા જીએસટી રજીસ્ટ્રેશન વેપાર ધંધાનાં વિકાસનો સંકેત આપે છે. પ્રક્રિયા સરળ રાખવામાં આવી હોવાથી વેપાર ધંધાર્થીઓને પણ પ્રોત્સાહન મળી રહે છે.
જોકે રસપ્રદ વાત તો એ છે કે ગત વર્ષમા નવા જીએસટી કરદાતાઓની સંખ્યામાં માત્ર 0.5 ટકાનો જ વધારો થયો હતો. બોગસ બીલીંગ કૌભાંડો રોકવા માટે બાયોમેટ્રીક ઓળખ ફરજીયાત બનાવવા સહીતની પ્રક્રિયા થતા ગોરખધંધા માટે નોંધણી કરાવનારાઓને બ્રેક લાગી છે.
ઓકટોબર 2023 થી નવી રજીસ્ટ્રેશન સિસ્ટમ દાખલ કરવામાં આવી હતી નવેમ્બર 2023 થી મે 2024 ના ગાળામાં નવા રજીસ્ટ્રેશન 25 ટકા ઘટયા છે.નવેમ્બર 2022 ની સરખામણીએ નવેમ્બર 2023 માં રજીસ્ટ્રેશન 55 ટકા ઘટયા હતા.
એકટીવ જીએસટી કરદાતાઓમાં ગોટાળા આચરીને રજીસ્ટ્રેશન કરાવનારા તથા નોંધણી રદ થઈ હોય તેવા કરદાતાઓને સામેલ કરવામાં આવતા નથી. ઉદ્યોગ સુત્રોના કહેવા પ્રમાણે સેમી ક્ધડકટર સહીતનાં ક્ષેત્રોમાં નવા રોકાણને પગલે જીએસટીઆઈએનમાં વધારો થયો છે.
બોગસ બીલીંગનુ વધુ એક કૌભાંડ પકડાયુ: 3ની ધરપકડ
અમદાવાદ,તા.28
ગુજરાતમાં બોગસ બીલીંગ કૌભાંડોનો રાફડો છે ત્યારે આવા વધુ એક કેસમાં એસજીએસટી વિભાગ દ્વારા ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. બોગસ બીલીંગમાં સેલીંગ મીલ ક્ષેત્રની 9 પેઢીઓની સંડોવણી ખુલી છે. રૂા.70-71 કરોડની બનાવટી ઈનપુટ ટેકસ ક્રેડીટ મેળવવા 392.8 કરોડનું બોગસ બીલીંગ કરવામાં આવ્યું હતું.
આ કેસમાં અરવિંદ પટેલ, જસમીન પટેલ તથા કૃપેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે.
નીલકંઠ એલોય, કેપકો એલોય તથા પ્રેસીડન્ટ ઈન્ડસ્ટ્રીઝ નામની પેઢીઓ સાથે આ શખ્સો સંકળાયેલા હતા. આ પેઢીઓએ 190.43 કરોડના બોગસ બીલ મેળવીને 34.27 કરોડની બનાવટી ઈનપુટ ટેકસ ક્રેડીટ મેળવી હતી અને તેના આધારે સરકારી તિજોરીને ચૂનો લગાડયો હતો. આરોપીઓને બીજી જુલાઈ સુધી રીમાંડ પર સોંપાયા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy