અમદાવાદ : પોલીસ સ્ટેશનમાં ભાજપના કાર્યકરના બર્થડે ઉજવણી થાય તેવું સંભાળ્યું છે ? હા, અમદાવાદમાં જ આ કિસ્સો બન્યો. અમદાવાદની દરિયાપુર વિસ્તારમાં આવેલ ઝોન 6 ની ડી.સી.પી.ની ઓફિસમાં આજે ભાજપના કાર્યકર હિમાંશુ ચૌહાણની બર્થ-ડે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી.
4 પોલીસ ઇન્સ્પેકટર, ડીસીપી કાનન દેસાઈ, એસીપી સહિતના અધિકારીઓએ બર્થડે સોંગ ગાયું. આ ઉજવણીનો વીડિયો જાણીતા પત્રકાર દીપક રાજાણી દ્વારા ટ્વીટર પર પોસ્ટ કરાયો હતો અને ત્યારબાદ ભારે વાયરલ થતા ચર્ચા જાગી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy