મોરબી જિલ્લામાં 665 દિવ્યાંગ, વયોવૃદ્ધ મતદારોએ કર્યું હોમ વોટિંગ

Lok Sabha Election 2024 | Morbi | 02 May, 2024 | 03:41 PM
સાંજ સમાચાર

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે 85+ ઉંમરના વરિષ્ઠ નાગરિકો તથા દિવ્યાંગ મતદારો ઘર બેઠા પોતાના મતાધિકારનો ઉ5યોગ કરી શકે તે માટે  ભારતના ચૂંટણી પંચ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે માર્ગદર્શિકા અન્વયે કચ્છ અને રાજકોટ સંસદીય મતદાર વિભાગમાં બી.એલ.ઓ. દ્વારા સર્વેની કામગીરી કરી મોરબી જિલ્લામાં 665 જેટલા મતદારોને ઘરેથી મતદાન કરાવ્યું હતું.

85+ ઉંમરના વરિષ્ઠ નાગરિકો તથા દિવ્યાંગ મતદારોના ઘરે જઈને વોટિંગ કરાવવા કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ પોલીંગ ટીમ્સ, માઈક્રો ઓબ્ઝર્વર, પોલીસ તથા વીડિયોગ્રાફર સહિત અધિકારીઓ સાથે ઘરે જઈને  મતદાન કરાવવાની કામગીરી હાથ ઘરવામાં આવી હતી.

હોમ વોટિંગ અન્વયે 65 - મોરબી વિધાનસભા મત વિસ્તારમાં 258 જેટલા 85+ ઉંમરના વરિષ્ઠ નાગરિકો તથા 55 દિવ્યાંગ મતદારો, 66 - ટંકારા વિધાનસભા મતવિસ્તારમાં 121 જેટલા 85+ ઉંમરના વરિષ્ઠ નાગરિકો તથા 26 દિવ્યાંગ મતદારો અને 67 - વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં 155 જેટલા 85+ ઉંમરના વરિષ્ઠ નાગરિકો તથા 50 દિવ્યાંગ મતદારો મળી કુલ 665 મતદારોએ ઘરેથી મતદાન કર્યું હતું. (તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj