જામનગર લોકસભા બેઠકમાં 1881 બુથ ઉપર કુલ 6344 વહીવટી કર્મચારીને સોંપાશે ફરજ

Lok Sabha Election 2024 | Jamnagar | 01 May, 2024 | 03:05 PM
સાંજ સમાચાર

જામનગર તા.1

લોકસભા જામનગરની બેઠક ઉપર શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે જામનગર અને દેવભૂમિ  દ્વારકા જિલ્લામાં વહીવટી તંત્ર દ્રારા વ્યવસ્થા ગોઠવાઈ છે. જેમાં કુલ 1881 બુથ ઉપર એક એક ઇવીએમ સેટ  મુકવામાં આવશે.જ્યારે આ ચૂંટણીમાં મતદાન સહિતની કામગીરી માટે કુલ 6344  વહીવટી સ્ટાફ ફાળવણી કરવામાં આવી છે.

જામનગર લોકસભાની બેઠકમાં કુલ  સાત વિધાન સભાવાઇઝ મતદાન માટે કુલ 1881 બુથ ઉભા કરવામાં આવ્યા છે.જેમાં કાલાવડ વિધાનસભામાં કુલ 281 બુથ છે.તેમાં 993 વહીવટી સ્ટાફ ,જામનગર ગ્રામ્ય વિધાનસભામાં કુલ 270 બુથો માટે 1005 નો સ્ટાફ,જામનગર ઉત્તર વિધાનસભામાં  કુલ 229 બુથ ઉપર 902 સ્ટાફ તેમજ જામનગર  દક્ષિણ  વિધાનસભામા 197 બુથ ઉપર 776 નો સ્ટાફ અને જામજોધપુર વિધાનસભામાં 270 બુથો ઉપર 958 સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે. તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા વિધાનસભા ના 327 બુથ ઉપર 948નો સ્ટાફ તેમજ દ્વારકા વિધાનસભાના 307 બુથ ઉપર 762 સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj