અમરેલી જિલ્લા લોકસભા બેઠકમાં પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ

Lok Sabha Election 2024 | Amreli | 01 May, 2024 | 11:26 AM
ફોર્મ નં.12ના આધારે સુવિધા કેન્દ્ર ખાતેથી ટપાલથી મતદાન
સાંજ સમાચાર

અમરેલી, તા.1
14-અમરેલી લોક સભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત ચૂંટણી ફરજ બજાવનારા ઉપરાંત આવશ્યક સેવા સાથે સંલગ્ન અધિકારીઓ અને કર્મચારીઓ દ્રારા તેના મતાધિકારનો ઉપયોગ થાય અને તે મતદાન કરી શકે તે હેતુંથી મંગળવારથી ટપાલથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
અમરેલી લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ 94-ધારી, 9પ- અમરેલી, 96-લાઠી, 97-સાવરકુંડલા,  98-રાજુલા, 99-મહુવા, 101-ગારિયાધાર વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ચૂંટણી ફરજ પરના 4,પ81અધિકારીઓ, કર્મચારીઓ માટે ફોર્મ નં. 1રના આધારે પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયા યોજવામાં આવ્યું છે.

મંગળવારે આ લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મત વિસ્તારના સુવિધા કેન્દ્ર ખાતે ટપાલથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. આ મતદાન પ્રક્રિયા આગામી તા. 20 મે 202, સુધી યોજાશે. ટપાલથી મતદાન માટે 94-ધારી વિધાનસભા મતવિસ્તાર માટે 356, 95-અમરેલી વિધાનસભા મતવિસ્તાર માટે 550, 96-લાઠી વિધાનસભા મત વિસ્તાર માટે 362, 97- સાવરકુંડલા વિધાનસભા મત વિસ્તાર માટે 36ર, 98-રાજુલા વિધાનસભા મતવિસ્તા માટે 319, 99-મહુવા વિધાનસભામતવિસ્તાર માટે 1335, 101-ગારિયાધાર વિધાનસભા મતવિસ્તાર માટે 1,297 એમ 4,પ81 બેલેટ ઇશ્યુ કરવામાં આવ્યા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj