નવી દિલ્હી તા.27
ભાજપે અત્યાર સુધીમાં લોકસભા ઉમેદવારોની 6 યાદી જાહેર કરી છે જેમાં 405 સીટો પર ઉમેદવારોની જાહેરાત કરી છે. જેમાં ભાજપે પોતાના 89 વર્તમાન સાંસદોની ટીકીટ કાપી નાંખી છે.11 નેતા એવા છે જેમણે કેટલાંક મહિના પહેલા જ સંસદ સભ્યપદેથી રાજીનામા આપ્યા છે.
કારણ કે તેમને વિધાનસભાની ચૂંટણી લડાવાઈ હતી અને એક સાંસદને હરીયાણાનાં પીએમ બનાવાયા છે. આ રીતે ભાજપે ગત ચૂંટણીમાં જીતેલા પોતાના 101 સાંસદોને બદલી નાખ્યા છે. કેટલાંક સાંસદોની લોકસભાની સીટો પણ બદલાઈ ગઈ છે.
66 મહિલા ઉમેદવાર:
ભાજપે ત્યાર સુધીમાં 66 મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારી છે. પહેલી લીસ્ટમાં 195 ઉમેદવારોમાં 28 મહિલાઓ હતી બીજા 75 ઉમેદવારોમાં 15 મહિલાઓ ત્રીજા લીસ્ટમાં 9 ઉમેદવારોમાં એકપણ મહિલા નહોતી, ચોથા લીસ્ટમાં 15 માંથી 2 મહિલા, પાંચમા લીસ્ટમાં 111, ઉમેદવારોમાંથી 20 મહિલાઓ, છઠ્ઠા લીસ્ટમાં એક મહિલા, 7મા લીસ્ટમાં એક પણ મહિલા નથી.
અનેક નેતાઓની ટીકીટ કપાઈ:
ભાજપે દિલ્હીમાં 7 સાંસદોમાંથી 6 ની ટીકીટ કાપી નાખી દીધી છે. ઉતરાખંડમાં પાંચ સાંસદોમાંથી રની ટીકીટ કપાઈ ગઈ છે. રાજસ્થાનમાં 8, આસામમાં 5, ગુજરાતમાં 15, ઝારખંડમાં 11, ત્રિપુરામાં બે, હરીયાણામાં 3, કર્ણાટકમાં 12, ઓરીસ્સામાં 4, બિહારમાં 3 સાંસદોની ટીકીટ કપાઈ છે.
અન્ય પાર્ટીમાંથી આવેલા નેતાઓને ટીકીટ:
ભાજપે બસપામાંથી આવેલા રિતેશ પાંડેને યુપીનાં આંબેડકરનગરમાં ઉમેદવાર બનાવ્યા છે. ઝારખંડના પૂર્વ સીએમ મધુ કોડાનાં પત્નિ અને કોંગ્રેસ સાંસદ ગીતા કોડા ભાજપમાં સામેલ થયા તો તેમને પણ ચાઈવાસાથી ટીકીટ આપવાની જાહેરાત થઈ છે. કુરૂક્ષેત્રમાં પૂર્વ સાંસદ નવીન જીંદલને ટીકીટ આપી છે. તે પણ ટીકીટનાં એલાનના અડધી કલાક પહેલાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા હતા.
આજ રીતે અડધા કલાક પહેલાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયેલા વરપ્રસાદ રાવને તીરૂપતીમાં ઉમેદવાર બનાવાયા છે. ભાજપે રાજયસભા સાંસદો પીયુષ ગોયલ, અનિલ બલુની, ધર્મેન્દ્ર પ્રધાન, મનસુખ માંડવીયાને પણ ઉમેદવાર બનાવ્યા છે.
વિવાદીત સાંસદોની ટીકીટ કપાઈ:
ભાજપની લીસ્ટ જોઈને એવુ લાગે કે ભાજપે અનેક વિવાદીત સાંસદોની ટીકીટ કાપી નાખી છે. જોકે લીસ્ટમાં ઘણા એવા નામો છે જે વિવાદીત તો રહ્યા છે પણ તેઓ વિપક્ષ પર હુમલાખોર રહ્યા છે. તેમની ભાજપમાં ટીકીટ યથાવત છે.ભાજપે મધ્યપ્રદેશમાં પ્રજ્ઞા ઠાકુર, દિલ્હીમાં રમેશ બિધૂડીની ટીકીટ કાપી છે. મહાત્મા ગાંધીને લઈને પ્રજ્ઞા ઠાકુરનાં નિવેદનથી ઘણો વિવાદ થયો હતો.આ ઉપરાંત મૈસુરનાં સાંસદ પ્રતાપસિંહ કર્ણાટકના નલીનકુમાર કતીલ, અનંતકુમાર હેગડેની પણ ટીકીટ કપાઈ છે.
33 ટકા મહિલા અનામતનો ખરડો લાવનાર ભાજપે મહિલાઓને કેટલી તક આપી?
હાલની સરકારે કેટલાંક મહિના પહેલા સંસદની સ્પેશ્યલ સેશન બોલાવીને સંસદ અને ધારાસભામાં મહિલાઓને 36 ટકા અનામત આપવાનો ખરડો પસાર કર્યો હતો અને તે કાયદો પણ બની ગયો છે. જોકે હજુ તે લાગુ નથી થયો ભાજપ મહિલા વોટર્સને આકર્ષવા માટે તેને પણ એક મુદો બનાવી રહ્યું છે. અને ભાજપ નેતા કહી રહ્યા છે
જે કામ અનેક દાયકાઓથી નહોતું થઈ શકયુ તે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં થઈ ગયુ અને ભાજપે પોતાને વાયદો પુરો કર્યો.જોકે યીકીટની ભાગીદારીનાં મામલામાં મહિલા હજુ ઘણી પાછળ દેખાઈ રહી છે. ભાજપે અત્યાર સુધીમાં 405 ઉમેદવાર જાહેર કર્યા છે. તેમાં 66 મહિલા છે એટલે માત્ર 16 ટકા કેટલી મહિલાઓ જીતીને સંસદમાં જાય છે તે જોવુ રહ્યું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy