(વિપુલ હિરાણી) ભાવનગર, તા.1
લોકસભા ચૂંટણી અંતર્ગત 7મી મે ના રોજ મતદાન યોજાવાનું છે. ત્યારે ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ/કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ભાવનગર જિલ્લા ચૂંટણીતંત્ર દ્રારા ભાવનગરની બી.એન.વીરાણી સ્કૂલ ખાતે પોસ્ટલ બેલેટ મતદાન માટેનું કેન્દ્ર ઉભું કરાયું છે. જ્યાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટર આર.કે.મહેતા તેમજ નિવાસી અધિક કલેકટર એન.ડી.ગોવાણી સહિત ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી લોકશાહીની પવિત્ર ફરજ નિભાવી હતી.
મતદાન કર્યા બાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આર.કે.મહેતાએ જણાવ્યું હતું કે, આગામી 7મી મેના રોજ મતદાન યોજાવાનું છે,ત્યારે અમારાં જેવા અધિકારીઓ- કર્મચારીઓ કે જેઓ ચૂંટણી સાથે સંકળાયેલા છે તેમજ અન્ય વિસ્તારની મતદાર યાદીમાં નોંધાયેલા છે તેઓ મતદાન કરવાથી વંચિત ન રહે તેમજ લોકશાહીના અવસરમાં સહભાગી બને તે માટે પોસ્ટલ બેલેટથી મતદાનનું આયોજન કરાયું છે. આજે મેં પણ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું છે તેમજ અન્ય લોકોને પણ લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનવા અપીલ કરું છું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy