સ્વ. આપાભાઇ ગઢવી (કવિ આપ)ની 30મી પુણ્યતિથિ નિમિત્તે

રવિવારે કવિ આપ પરિવાર દ્વારા સ્મૃતિ વિશેષ ‘સંભારણા’ કાર્યક્રમ: જાણીતા લોકગાયકો જમાવટ કરશે

Local | Rajkot | 21 June, 2024 | 03:45 PM
પદ્મશ્રી હેમંત ચૌહાણ, કીર્તિદાન ગઢવી, ધીરૂભાઇ સરવૈયા, અનુભા ગઢવી, પૂનમ ગોંડલીયા, અલ્પા પટેલ, બીરજુ બારોટ સહિતના કલાકારો ભાગ લેશે
સાંજ સમાચાર

રાજકોટ, તા.21

ગુજરાતના ગામડે ગામડે અને પ્રદેશ રાજ્યના સીમાડા વળોટી દેશ-પરદેશ જેની કૃતિઓ ગુંજે છે, લોકસાહિત્ય, ચારણીસાહિત્ય, આકાશવાણી, દૂરદર્શન, સીનેમા-નાટ્ય, જાહેર લોકમંચ અને સાંપ્રત સંચાર માધ્યમમાં દ્રશ્ય શ્રાવ્ય અને ધ્વનિમુદ્રિત સાહિત્ય સંગીત ક્ષેત્રે જેનું આગવું અને અનેરું પ્રદાન રહ્યું છે અને જેમના અનેક ગીત, ગઝલ, ભજન, દોહા-છંદ, લોકવાતા, સંગીતરૂપક, રેડિયો નાટક, કથા-પટકથા, સંવાદ, સંગીત, સ્વરાંકન આજે પણ લોકોના હૈયે-હોઠે વસે છે અને રાજ્ય સરકારના બે શ્રેષ્ઠ ગીતકાર એવોર્ડ, કવિ કાગ એવોર્ડ, માંગલ શક્તિ એવોર્ડ જેવા અનેક માન સન્નમાન અર્જિત સૌારષ્ટ્રના જાણીતા કવિ, લેખક, ગાયક, વક્તા, સ્વરકાર-સંગીતકાર સ્વ. આપાભાઇ ગઢવી (કવિ આપ)ની 30મી પૂણ્યતિથિ આગામી 23 મીના રવિવારના રાત્રે નવ કલાકે, કવિ આપ સ્મૃતિ વિશેષ ‘સંભારણાં’ કાર્યક્રમ, કવિ આપ પરિવાર દ્વારા રાજકોટના બોલબાલા-કોઠારીયા રોડ વચ્ચે વિનોદનગર સોસાયટીના નવદુર્ગા ગરબી ચોક સ્થિત જડેશ્ર્વર મંદિર પરિસરના વિશાળ પટાંગણમાં યોજાનાર છે.

કાગળિયા લખી લખી થકી, કરેલા કરમના બદલા દેવા પડે, ઝુંપડીએ કોક તો જાજો, મોગલ છેડતાં કાળો નાગ, પ્રીતું રે કરીને અમે ઘણું પછતાણાં, માનવ નડે છે માનવીને મોટો થયા પછી, હે માનવ વિશ્ર્વાસ કરી લે, તમોને મુબારક તમારી અમીરી, કોઇ માટેલ જઇને મનાવો મારી બેનું રે જેવી અનેક કમર કૃતિના રચયિતા સ્વ. આપાભાઇ ગઢવીની (કવિ આપ)ની પુણ્ય સ્મૃતિમાં પ્રતિ વર્ષ કવિ ‘આપ’ પરિવાર દ્વારા ‘સંભારણાં’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં સૌરાષ્ટ્ર-ગુજરાતના નામિ લોકગાયકો, ભજનિકો, લોક-ચારણી સાહિત્યવિદ્ વકતાઓ ઉપસ્થિત રહી કવિ આપના કવન, કથન, સજન, સૂર, શબદ અને સંગીત સ્વરાંકનના સળંગ પ્રસ્તુતિકરણ દ્વારા સાદર શ્રધ્ધાસુમન અર્પણ કરે છે.

ઉપરોક્ત કાર્યક્રમમાં હેમંત ચૌહાણ, કીર્તિદાન ગઢવી, ધીરુભાઇ સરવૈયા, અનુભા ગઢવી, પૂનમ ગોંડલીયા, અલ્પા પટેલ, બિરજુ બારોટ આદિ કલાકાર ગણ બાલા ઉસ્તાદ, શબ્બીર ઉસ્તાદ, બળવંત ગોસાઇ, દિનેશ ગઢવી, રવિ જાદવ, અભય વ્યાસ, જીજ્ઞેશ ગોસ્વામી, શ્યામ-કાનજી-પ્રકાશ આદિની સૂરીલી સાઝ સંગતે પ્રસ્તુત થવા જનાર આ વર્ષના કવિ ‘આપ’ સ્મૃતિ વિશેષ ‘સંભારણા’ કાર્યક્રમમાં સમયસર હાજર રહેવા, સ્વ. કવિના ચાહકો-અભિભાવકો અને પ્રશંસકો ઉપરાંત સર્વ સાહિત્ય અને કલારસિક શ્રોતાગણને જાહેર આમંત્રણ પાઠવાયું છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj