પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં આજે 10માં ’આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. પતંજલિ યોગ સમિતિ-રાજકોટના યોગ પ્રશિક્ષકો ગોપાલ શર્મા અને કિશોર રાઠોડના માર્ગદર્શન હેઠળ રેલવે અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનોને કોમન યોગ પ્રોટોકોલ હેઠળ આસન, પ્રાણાયામ અને ધ્યાન સંબંધિત વિવિધ કસરતોની તાલીમ આપવામાં આવી હતી. યોગાભ્યાસના આ કાર્યક્રમમાં રાજકોટ ડિવિઝનના એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર (અઉછખ) કૌશલ કુમાર ચૌબે, પશ્ચિમરેલવે મહિલા કલ્યાણ સંસ્થા રાજકોટના ઉપપ્રમુખ શ્રીમતી મમતા ચૌબે અને તેમની ટીમ, સિનિયર ડિવિઝનલ પર્સનલ ઓફિસર મનીષ મહેતા, વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ અને મોટી સંખ્યામાં રેલવે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy