જૂનાગઢ, તા.29
ચૂંટણી પંચ દ્વારા વયોવૃદ્ધ એટલે કે, 85 વર્ષથી વધુ ઉંમરના અને દિવ્યાંગ મતદારોને ઘર બેઠા મતદાન કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, ત્યારે જૂનાગઢના ટીંબાવાડી વિસ્તારમાં રહેતા 97 વર્ષના નંદુબેન નંદવાણીએ ઘર બેઠા મતદાન કરવાની આ સવલતનો લાભ મેળવ્યો હતો. તેમણે આ હોમ વોટીંગની સવલતને સરાહના કરતાં કહ્યું કે, જમાનો કેવો સારો આવ્યો છે, સાહેબો ઘરે બેઠા મત લેવા માટે આવે છે, ઉંમરની અવસ્થાના કારણે ચલાઈ તેમ નથી.
ત્યારે આ સુવિધાના લીધે ઘરે બેઠા મતદાન કરી શકીએ છીએ અને મતદાન મથક સુધી જવું પડતું નથી. તેવા જ એક 95 વર્ષના મતદાતા રંભાબેન ભલાણી જણાવે છે કે, ઉંમરના આ પડાવે ચાલવું મુશ્કેલ છે. ત્યારે ઘર બેઠા મત આપવાની ખૂબ સારી સગવડ છે. તેમણે લોકશાહીના આ મહાપર્વમાં અન્ય મતદારોને પણ જરૂર મતદાન કરવા માટે અપીલ કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy