ચૂંટણીપંચ દ્વારા રાજયની તમામ લોકસભા બેઠકના ચૂંટણી અધિકારીઓ સાથે VC: વધુને વધુ મતદાન માટે ભાર મૂકાયો

Lok Sabha Election 2024 | Rajkot | 01 May, 2024 | 04:45 PM
મતદાન મથકો પર છાંયડો, પેરામેડીકલ સ્ટાફ સહિતની વ્યવસ્થા કરવા તાકીદ: સાંજે કલેકટર દ્વારા ARO સાથે વીડીયો કોન્ફરન્સ
સાંજ સમાચાર

રાજકોટ,તા.1
રાજય ચૂંટણી પંચ દ્વારા આજે સવારના જ ઉઘડતી કચેરીએ રાજકોટ સહિત રાજયભરની તમામ લોકસભા બેઠકના ચૂંટણી અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ આયોજીત કરવામાં આવી હતી. જેમાં લોકસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તેના પર ભાર મુકવામાં આવેલ હતો.

આ ઉપરાંત મતદાન મથક ઉપર મતદારો માટે છાંયડો, પેરામેડીકલ સ્ટાફ, બુઝર્ગ મતદારોને કતારમાં ઉભું રહેવું ન પડે તે માટે ખાસ વ્યવસ્થા સહિતની સુવિધા ઉપલબ્ધ કરવા પર ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા ભાર મુકવામાં આવેલ હતો. આ કોન્ફરન્સમાં રાજકોટથી કલેકટર અને ચૂંટણી અધિકારી પ્રભવ જોશી, અધિક કલેકટર (ચૂંટણી) મુછાર સહિતના અધિકારીઓ જોડાયા હતા.

આ ઉપરાંત આ કોન્ફરન્સમાં ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત આજે સાંજના કલેકટર અને જીલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશી દ્વારા રાજકોટ લોકસભા બેઠકના તમામ એઆરઓ (આસી. રીટર્નીંગ ઓફિસર) સાથે વિડીયો કોન્ફરન્સ આયોજીત કરવામાં આવી છે જેમાં જીલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશી દ્વારા એઆરઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj