રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળાના વધુ 18 કેસ : ડેંગ્યુ હજુ બેકાબુ

Saurashtra | Rajkot | 02 July, 2024 | 09:56 AM
છેલ્લા અઠવાડિયામાં શરદી - ઉધરસ, ઝાડા - ઉલ્ટી સહિત વધુ 685 દર્દી નોંધાયા : ટાઇફોઇડનો એક કેસ : બેદરકારી બદલ 51 આસામીને દંડ
સાંજ સમાચાર

રાજકોટ,તા.2
રાજકોટ શહેરમાં મિશ્ર ઋતુના અનુભવ વચ્ચે મચ્છરોનો ત્રાસ યથાવત હોવાનું દેખાઇ રહ્યું છે. છેલ્લા અઠવાડિયામાં ડેંગ્યુના વધુ 11 કેસ નોંધાયા છે. તો મેલેરીયાનો એક અને ચીકનગુનીયાના છ દર્દી આવ્યા છે. સપ્તાહમાં સીઝનલ રોગચાળાના વધુ 685 દર્દી મનપાના ચોપડે ચડયા છે. 

આરોગ્ય અને મેલેરીયા શાખાએ જાહેર કરેલી વિગતો મુજબ તા.25-9 થી 1-10 દરમ્યાન મચ્છરજન્ય મેલેરીયાનો એક, ડેંગ્યુના 11 અને ચીકનગુનીયાના 6 કેસ આવ્યા છે. તો અન્ય રોગચાળામાં શરદી-ઉધરસના 479, સામાન્ય તાવના 42 અને ઝાડા-ઉલ્ટીના 164 કેસ આવ્યા છે.

ખોરાક અને પાણીજન્ય ગણાતા ખતરનાક તાવ ટાઇફોઇડનો વધુ એક કેસ આવતા ચાલુ વર્ષમાં ટાઇફોઇડના કુલ 6 દર્દી થયા છે. વર્ષમાં ડેંગ્યુના કુલ 96, ચીકનગુનીયાના 42 અને મેલેરીયાના 25 દર્દી આવ્યા છે. મહાપાલિકાની ફોગીંગ, જનજાગૃતિ, દવા છંટકાવ સહિતની ઝુંબેશ વચ્ચે આ રોગચાળો ઓછો થવાનું નામ લેતો નથી. 

દરમ્યાન મનપાની સઘન ફોગીંગ ઝુંબેશ અંતર્ગત અઠવાડિયામાં રણુજા હાઉસીંગ બોર્ડ, પુષ્કરધામ રોડ, પુનિતનગર, કુવાડવા રોડ, શાળાઓ, નવલનગર, ગુરૂપ્રસાદ ચોક, આંબેડકરનગર, સમ્રાટ ઇન્ડ. એરીયા, ગીતાનગર, એસ્ટ્રોન સોસાયટી, ગુરૂદેવ પાર્ક, જમના પાર્ક, ગુણાતીનગર, ખોડીયારનગર, વામ્બે આવાસ, કુબલીયાપરા, ગંજીવાડા, દરબારગઢ, જીવરાજપાર્ક, પ્રણામી પાર્ક, શિવધારા, રાજદીપ, ભવનાથ, જલારામ સોસા., શાસ્ત્રીનગર, 150 ફુટ રોડ પર કામગીરી કરવામાં આવી હતી.

આ ઉપરાંત ઉદયનગર, વલ્લભ વિદ્યાનગર, એસઆરપી કેમ્પ, લક્ષ્મીવાડી, મીલપરા, ભકિતનગર, પુજારા પ્લોટ,  માસ્તર સોસાયટી, દાદા-દાદી પાર્ક, જિલ્લા ગાર્ડન રોડ, રામનાથપરા પોલીસ લાઇન, લલુડી વોંકળી, પ્રહલાદ પ્લોટ, તક્ષશીલા, ફૂલછાબ ચોક, પંચનાથ પ્લોટ, ભવાનીનગર, નંદનવન, મવડી, રાધે હોટલ ચોક, સત્યસાંઇ રોડ, નિલકંઠ પાર્ક, વિવેકાનંદ નગર, કેદારનાથ, હુડકો કવાર્ટર, હાથીખાના, કેનાલ રોડ સહિતના વિસ્તારમાં પણ ઘરથી માંડી નદી કાંઠે દવા છંટકાવ અને ફોગીંગ કરવામાં આવ્યા હતા. 

મેલેરીયા વિભાગ દ્વારા ચાલતી સર્વેલન્સની કામગીરી દરમ્યાન જુદા જુદા વિસ્તારમાં મચ્છર ઉત્પતિ બદલ 304 રહેણાંક અને 86 કોમર્શિયલ આસામીને નોટીસ આપવામાં આવી હતી જયારે 51 આસામી પાસેથી રૂા. 67500નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj