કેશોદ-માણાવદર વિધાનસભા બેઠકની સમીક્ષા કરતા જનરલ ઓબ્ઝર્વર

Lok Sabha Election 2024 | Junagadh | 01 May, 2024 | 12:03 PM
સાંજ સમાચાર

જૂનાગઢ,તા.1
11-પોરબંદર લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ કેશોદ અને માણાવદર વિધાનસભા મતવિસ્તાર ઉપરાંત માણાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી સંદર્ભે જનરલ ઓબ્ઝર્વર ટી.એન. વેંકટેશે ચૂંટણીલક્ષી કામગીરીની સમીક્ષા કરી હતી. આ સાથે તેમણે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે એમસીએમસી હેઠળના મીડિયા સેન્ટર અને સી-વિજીલ કંટ્રોલ રૂમની મુલાકાત કરી જરૂરી વિગતો મેળવી હતી.

જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ કુમાર રાણાવાસિયાએ કેશોદ અને માણાવદર વિધાનસભા મતવિસ્તારની સાથે 85- માણાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે પૂર્વ તૈયારીઓ અને પૂર્ણ કરાયેલ કામગીરી વિશે વિગતવાર જાણકારી આપી હતી. જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ કાયદો અને વ્યવસ્થા, સુરક્ષા ધ્યાનમાં રાખી પોલીસ બંદોબસ્ત, ફ્લેગ માર્ચ વગેરે બાબતોથી અવગત કર્યા હતા.

આ બેઠક અને મુલાકાતો દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ કુમાર રાણાવસિયા, જિલ્લા પોલીસવડા હર્ષદ મહેતા, નિવાસી અધિક કલેકટર એન. એફ. ચૌધરી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હર્ષ પટેલ સહિતના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj