એક જન્મ્યો રાજદુલારો : શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણકની ભવ્યાતિત ઉજવણી

Dharmik | Rajkot | 22 April, 2024 | 04:46 PM
રાજકોટમાં સમસ્ત જૈન સમાજ તથા જૈનમના ઉપક્રમે ધર્મયાત્રા, ધર્મસભા તથા સાધર્મિક ભકિત યોજાઇ : શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત : જૈન વિઝન દ્વારા ભકિત સંગીત, ડાયરો સહિતના કાર્યક્રમો યોજાયા : રાજકોટના જિનાલયોમાં પરમાત્માની ભવ્ય આંગી રચાઇ
સાંજ સમાચાર

રાજકોટ, તા. 22

રાજકોટ સમસ્ત સમાજ તથા જૈનમના ઉપક્રમે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક ઉજવણીને  અંતર્ગત ગઇકાલે ભવ્યાતિભવ્ય ધર્મયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. મણિયાર દેરાસરેથી ધર્મયાત્રાનો પ્રારંભ થયો હતો. જે મુખ્ય માર્ગો પર ફરીને વિરાણી પૌષધશાળામાં સંપન્ન થયા બાદ ધર્મસભામાં પરિવર્તિત થઇ હતી. ધર્મયાત્રામાં મોટી સંખ્યામાં મહાવીર પ્રભુના જીવન પ્રસંગોને અનુલક્ષીને તથા માનવતાના કાર્યો અંગેના ફલોટસ સામેલ થયા હતા. ધર્મયાત્રાનું ઠેર ઠેર વિવિધ સંસ્થાઓ, જ્ઞાતિ સમાજ દ્વારા અભિવાદન કરવામાં આવેલ હતું.

ધર્મયાત્રા

ગઇકાલે સવારે મણીયાર દેરાસર ખાતેથી ભવ્ય ધર્મયાત્રા નો પ્રારંભ અનેક સાધુ-સાઘ્વીજી ભગવંતો, સમાજ શ્રેષ્ઠીઓ, સંસ્થા, મંડળ, રાજકીય પક્ષનાં આગેવાનો, શ્રાવક-શ્રાવિકાઓની હાજરી વચ્ચે થયો હતો. આ ધર્મયાત્રામાં 25 થી વધુ ફલોટ જોડાયા હતા.  વિવિધ પ્રકારનાં સંદેશા આપતા ફલોટસ તૈયાર કરવામાં આવ્યા હતા. 

આ ફલોટ શુશોભન માટે એક સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ.  જેમાં સુંદર ડેકોરેશન  કરનાર ફલોટનાં વિજેતાઓને જૈનમ પરિવારનાં ડોકટર સભ્યોની બનેલી એક નિર્ણાયકોની ટીમ જેમાં ડો. રાજુભાઇ કોઠારી, ડો. પારસભાઇ બી. શાહ, ડો. અમીતભાઇ હપાણી, ડો. કરણભાઇ ભરવાડા, ડો.શ્રેણીકભાઇ શાહ વિગેરે દ્વારા નિરીક્ષણ કરી જાહેર કરવામાં આવેલ હતા. જેમને ધર્મસભામાં ઈનામ એનાયત કરવામાં આવ્યા હતા. 

આ ઉ5રાંત અનેકવિધ ડેકોરેશન સાથે કાર ધારકો જોડાયા હતા દરેક કાર ઉપર માતા ત્રિશલાને આવેલા 14 સ્વપ્નો,અષ્ટમંગલ વિગેરેથી કારને શુશોભીત કરવામાં આવી હતી. આ વિવિધતાસભર ડેકોરેશનથી ધર્મયાત્રાને જોવા લાયક બનાવવામાં આ કાર ખૂબ મહત્વની છે માટે આ ડેકોરેટીવ કાર ધર્મયાત્રમાં જોડાય તે માટે વૈભવભાઇ સંઘવી, ભાવિનભાઇ ઉદાણી, કિર્તીભાઇ દોશી, ભાવેશભાઇ અજમેરા, વગેરે જહેમત ઉઠાવી હતી.

આ ધર્મયાત્રામાં અઘ્યક્ષા શ્રીમતી દામીનીબ્ોન કામદાર, જૈન શ્રેષ્ઠિવર્ય ઉદારદીલ દાતા જીતુભાઇ બ્ોનાણી, જૈન અગ્રણીઓ હરેશભાઇ વોરા, જીતુભાઇ દેસાઇ, દાતા ખારા પરીવાર વિગેરેએ વિન્ટેજ કારમાં સવાર થઇ આ ધર્મયાત્રામાં જોડાયા હતા. આ ઉપરાંત આજની આ ધર્મસભામાં મહિલાઓ સંચાલીત બ્ોન્ડ સાથે સંગીતની સુરાવલીઓ વહેડાવતા બ્ોન્ડ, રાસમંડળી, કળશધારી બહેનો આ યાત્રામાં જોડાયા હતા. સાથે પ્રભાવના કરતો અનુકંપા રથ અને ભગવાન મહાવીર જેમાં બરિાજમાન થયા હતા તેવો ચાંદીનો રથ આ ધર્મયાત્રાનું વિશેષ નજરાણું બન્યો હતો. 

આ રથમાં કેયા ભાવેશભાઈ મહેતા અને હસ્તી જીતુભાઈ કોઠારી બરિાજમાન મહાવીર સ્વામીની સેવામાં રત રહયા હતા. આ ચાંદીનાં રથનું વહન પુજાની જોડમાં સજ્જ યુવાનો દ્વારા સારથી બનીને કરવામાં આવ્યુ હતુ. જેમને આખા રૂટ ઉપર ખુલ્લા પગે રથ ખેચ્યો હતો. આ દરમ્યાન યુવાનો દ્વારા પુજાનાં કપડાની મર્યાદા મુજબ પાણી પણ પીવાની છુટ હોતી નથી. આ સારથીબ્ાનીને આવેલા યુવાનો દર્શનભાઇ શાહ, મૌલિકભાઇ મહેતા, રાકેશભાઇ શેઠ,  વિશાલભાઇ મહેતા, મહેશભાઇ મણીયારની પ્રેરણાથી આ ધર્મયાત્રામાં જોડાયા હતા. જ્યારે યાત્રાનાં રૂટ ઉપર ફરી હતી તે દરમ્યાન  નવકારનાં નવ પદ એવા નવ સ્ટેજમાં  તમામ સ્ટેજ ઉપર 12 બાળકો દ્રારા ભગવાન મહાવીરનાં અક્ષતથી વધામણા કરવામાં આવ્યા હતા.

રૂટ ઉપર ઠેરઠેર 18 આલમ, એન.જી.ઓ., ધાર્મિક સંસ્થાઓ, સામાજીક સંસ્થાઓ, રાજકીય પક્ષો દ્વારા ભગવાન મહાવીરનાં અક્ષતથી વધામણા કરવામાં આવ્યા હતા. 

અનેક ગ્રુપ, સંઘ, દાતાશ્રી પરિવાર દ્વારા ઠેરઠેર ઠંડા પાણી, સરબત, છાસ, લીંબ્ુા પાણી વિગેરેની ભકિત કરવામાં આવી હતી.  સમગ્ર યાત્રાના રૂટને  ઠેરઠેર ઝંડા, ઝંડી, બ્ોનર, લાઇવ રંગોળી, કલરફુલ બલુન વિગેરેથી સુંદર સુશોભન કરવામાં આવ્યો હતો. 

એસ્કોર્ટ કમીટી દ્વારા આખી યાત્રાને સુરક્ષા અને સંચાલન પુરુ પાડવામાં આવ્યુ હતુ. આ કમીટીએ યાત્રાનાં પ્રારંભતી પુર્ણાહુતી સુધી આખી યાત્રાને ખૂબ સુંદર રીતે સંચાલન કરી તેના નિયત રુટ ઉપર ચલાવી સમયસર યાત્રા સંપન્ન કરાવી હતી. 

ધર્મયાત્રાનાં પ્રારંભે દાતાશ્રી દ્વારા તડકાનાં ધ્યાનમાં રાખીને રક્ષણ માટે જૈનમના લોગો વાળી 500 ટોપીનું વિતરણ શ્રાવકો વચ્ચે કરવામાં આવ્યુ હતુ.  આ ધર્મયાત્રા રાજકોટનાં રાજમાર્ગો ઉપર ફરી સ્થાનકવાસી જૈન મોટા સંઘ, વિરાણી પૌષધશાળા ખાતે પૂર્ણ થઇ હતી. જયા તે ધર્મસભામાં પરિવર્તીત થઇ હતી.  સંઘનાં ગેઈટ ની સામે તમામ શ્રાવક-શ્રાવિકાઓનાં સ્વાગતરૂપે સ્તવનો મંડળની બહેનો દ્રારા રજુ કરવામાં આવ્યા હતા.

ધર્મસભામાં સાધુ-સાધ્વીજી ભગવંતો, નુતન દિક્ષિત દિક્ષાર્થી દ્રારા ઉપસ્થિત શ્રાવક, શ્રાવિકાઓને આર્શિવચન પાઠવમાં આવ્યા હતા. આ તકે બોલતા મહારાજ સાહેબએ જણાવ્યુ હતુ કે આપણાથી કોઇને પણ જાણયે અજાણયે જીવ હિંસા થાય કે આપણા બોલવા માત્રથી કોઇનું મન દુભાઇ તેવુ કાર્ય કદાપી કરવુ ન જોઇએ. 

આ તકે સ્થાનકવાસી જૈન મોટા સંઘના પ્રમુખ હરેશભાઇ વોરા, જૈન તપગચ્છ સંઘ માંડવી ચોક દાદાવાડીનાં જીતુભાઇ દેસાઇ, ચંદકાંતભાઇ શેઠ, વિગરેએ મહાનુભાવોએ પણ જૈનમનાં આ ભગીરથ કાર્યની ખૂબ જ સરાહના કરી હતી. સાથે ઉપસ્થિત વિશાળ શ્રાવક ગણને ભગવાન મહાવીરનાં જન્મ કલ્યાણક નીમીતે શુભેચ્છાઓ પાઠવી હતી. આ ધર્મસભામાં રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, વેશભુષા સ્પર્ધા, ફલોટ ડેકોરેશના વિજેતાઓને ઇનામો આ5વામાં આવ્યા હતા.

આ ધર્મસભાની તમામ કામગીરી જૈનમ પરિવારની ધર્મસભા કમીટીનાં મેહુલભાઇ દામાણી, વિરભાઇ ખારા, રજતભાઇ સંઘવી, અમીષભાઇ દોશી, રાજેનભાઇ દોશી, નિતેશભાઇ કામદાર, સેજલભાઇ કોઠારી, કેતનભાઇ ગોસલીયા, પુનમબેન વસા, હિમાંશુભાઇ દેસાઇ, પીનાકીનભાઇ શાહ, અજયભાઇ વોરા વિગરે કાર્યરત રહયા હતા. 

ધર્મસભામાં જોડાનાર તમામ શ્રાવકોને બું દીનાં લાડુની પ્રભાવના કરવામાં આવી હતી. ધર્મસભા બાદ અનેક દાતાઓના સહયોગથી 7000 થી પણ વધુ જૈનોએ જયણા પૂર્વક વિધી થી બનાવેલ ગૌતમ પ્રસાદનો લ્હાવો લીધો હતો. ગૌતમ પ્રસાદનું આયોજન ભુપેન્દ્ર રોડ, સ્વામીનારાયણ મંદિરનાં પટાંગણમાં કરવામાં આવેલ હતુ.  તમામ જૈનોને એક ભાણે ગૌતમ પ્રસાદ લેવાનું ભગીરથ કાર્ય પાર પાડયું હતું.

ગઈકાલે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ઉજવણી સમસ્ત જૈન સમાજમાં અનેરો ધર્મોલ્લાસ સાથે સંપન્ન થઈ

 રાજકોટ સમસ્ત સમાજ તથા જૈનમના ઉપક્રમે મણિયાર દેરાસરેથી ધર્મયાત્રાનો પ્રારંભ થયો હતો જે વિવિધ માર્ગો પરથી પસાર થઈને વિરાણી પોષધશાળામાં ધર્મસભામાં પરિવર્તિત થઈ હતી. ત્યાં પૂ. ગુરૂ ભગવંતોએ પ્રવચન ફરમાવ્યું હતું. ત્યારબાદ સાધર્મિક ભકિતનો 7 હજારથી વધુ જૈનોએ લાભ લીધો હતો.  ઉપરોકત તસ્વીરો ધર્મયાત્રાની છે.     (તસ્વીર: દેવેન અમરેલીયા)

જાગનાથ જિનાલયમાં વીર પ્રભુની લાખેણી આંગી

રાજકોટમાં જાગનાથ જિનાલય તથા પ્રહલાદ પ્લોટ જિનાલયમાં મૂળ નાયક રૂપે શ્રી મહાવીર સ્વામી બિરાજમાન છે. ગઈકાલે વીર પ્રભુના જન્મ કલ્યાણક પ્રસંગે દર વર્ષની જેમ ભવ્યાતિભવ્ય આંગી રચવામાં આવી હતી. ઉપરોકત તસ્વીર જાગનાથ જિનાલયની છે. તસ્વીરમાં મહાવીર પ્રભુની ભવ્ય આંગી જોવા મળે છે.
(તસ્વીર: દેવેન અમરેલીયા)

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj