શ્રી હનુમાન ભકિતનું મહાત્મ્ય

આજે હનુમાન જયંતિ : બળ, બુધ્ધિ, શૌર્ય અને નીડરતાના પ્રતિક હનુમાનજી : કોટી કોટી પ્રણામ

Dharmik | 23 April, 2024 | 09:28 AM
સાંજ સમાચાર

પ્રતિ વર્ષ ચૈત્ર મહિનાની પૂનમે વિશ્વભરમાં ભાવપૂર્વક શ્રી હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે. આજે તા. 23 એપ્રિલ 2024 મંગળવારે શ્રી હનુમાન જયંતિ ઉજવવામાં આવશે.

શ્રી હનુમાનજીની બળ, બુધ્ધિ, વિદ્યા, શૌર્ય અને નીડરતાના પ્રતિક માનવામાં આવે છે. સમસ્ત વિશ્ર્વમાં તેમના કરોડો ભકતો છે. હનુમાનજીની પૂજા, ભકિત ખુબ જ શ્રધ્ધાથી કરવામાં આવે છે. ગોસ્વામી તુલસીદાસે પણ ‘વિનય પત્રિકા’માં હનુમાનજીની સ્તુતિ કરેલ છે. શ્રધ્ધાળુઓ માટે અત્યંત આદરણીય હનુમાન સ્તુતિ છે. આ સ્તુતિમાંથી થોડી માહિતી હનુમાન દાદાના શ્રી હનુમાન જયંતિના પર્વને લક્ષમાં લઇ ભકતોને ઉપયોગી થાય તે હેતુથી અતિ સંક્ષેપમાં અમારી અલ્પમતિ મુજબ આપવામાં આવેલ છે. 

વિનય પત્રિકાની હનુમાન સ્તુતિના સરળ અંગો
હે હનુમાનજી તમારી જય હો, તમો પવન પુત્ર છો, તમારૂ પરાક્રમ પ્રસિધ્ધ છે, તમારી ભુજાઓ ખુબ વિશાળ છે,  તમારૂ બળ અપાર છે, તમારી પૂંછડી ખુબ લાંબી છે, તમારૂ શરીર સુમેરૂ પર્વતની સમાન વિશાળ અને તેજસ્વી છે,: તમારી રોમાવલી વિજળીને રેખા સમાન અથવા જવાલાઓની માળા સમાન શોભાયમાન થઇ રહી છે.

તમારૂ મુખડુ પ્રાત:કાલીન સૂર્ય સમાન સુંદર છે. તમારા નેત્ર પીળા છે, તમારા માથા પર ભુરા રંગની જટાઓથી શોભિત છે. તમારી ભ્રમર વાંકી છે. તમારા દાંત અને નખ વ્રજ સમાન છે. 

હે હનુમાનજી તમારી જય હો, તમે વાનરોના રાજા, સિંહ સમાન પરાક્રમી દેવતાઓમાં શ્રેષ્ઠ, આનંદ અને કલ્યાણનું સ્થાન તથા કપાલધારી શિલપીના અવતાર છો, મોહ, મદ, ક્રોધ વગેરે અનિષ્ટો તથા દુ:ખોમાં ભરેલી અંધકારમય  રાત્રીના નાશ કરવાવાળા સાક્ષાત સૂર્ય તમે છો, તમે ભકતોના કષ્ટ જાણનારા છો. શોકનો નાશ કરવાવાળા સાક્ષાત કલ્યાણમૂર્તિ છો.

હે હનુમાનજી તમારી જય હો, તમે ત્રિભુવનના ભૂષણ છો, તમે વેદાંતને જાણવાવાળા વિવિધ પ્રકારની વિદ્યાઓમાં વિશારદ, ચાર વેદ અને છ પ્રકારના વેદાંગ (વેદોના છ અંગો વેદાંગ જે આ પ્રમાણે છે- શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરૂકત, છંદ અને જયોતિષ)ના જાણનારા તથા શુધ્ધ બ્રહ્મ નિરૂપણ કરનારા છો. જ્ઞાન, વિજ્ઞાન અને વૈરાગ્યને તમે જ યોગ્ય રીતે જાણ્યું છે.

તેથી શુક્રદેવ અને નારદજી વગેરે દેવર્ષિઓ તમારી હંમેશા નિર્મલ સ્તુતિ ગુણગાન ગાયા કરે છે.  તમે વેદ શાસ્ત્ર અને વ્યાકરણ પર ભાષ્ય લખનારા અને કાવ્યના કૌતુક તથા કરોડો કલાઓના સમુદ્ર છો.

તમે સામવેદનું ગાન ગાનાર, ભકતોની કામનાને પૂર્ણ કરનાર સાક્ષાત શીવ રૂપ તથા શ્રી રામના પ્રેમી બંધુ છો. તમે પૂર્ણ આનંદના સમુહ છો, તમે ધર્મ, અર્થ, કામ અને મોક્ષને દેનાર બ્રહ્મલોક સુધીના સમસ્ત ભોગ, ઐશ્વર્ય, વૈરાગ્ય, મન, વચન અને કર્મથી સત્યરૂપ ધર્મના પાલન કરનાર તથા જાનકીનાથ શ્રીરામના ચરણકમળોના પરમ પ્રેમી છો.

હે હનુમાનજી તમારી જય હો, તમે ભીમસેન, અર્જુન અને ગરૂડના ગર્વને હારનારા છો તથા અર્જુનના રથની ધજા પર બેસીને તેની રક્ષા કરનારા છો.
આવા મહાવીર જ્ઞાની, શ્રીરામના પરમ ભકત, બળ, બુધ્ધિ અને વિદ્યા દેનારા સર્વ દુષ્ટોથી ભકતોનું રક્ષણ કરનારા,  પવનસૂત અનંત પરાક્રમી શ્રી હનુમાનજીની જય હો. આપના ચરણકમળોમાં કોટિ કોટિ પ્રણામ...
શ્રી હનુમન જયંતિ - ચૈત્ર શુકલ-પૂર્ણિમા તા. 23/4/2024ને મંગળવારના રોજ છે. 

શ્રી હનુમાનાષ્ટકમ 
શ્રી રામચરિત માનસમાં પાંચમા સોપાન સુંદરકાંડના ત્રીજા શ્લોકમાં આઠ વિશેષણોથી શ્રી હનુમાનજીની વંદના- સ્તુતિ કરવામાં આવી છે. જેના પ્રત્યેક વિશેષણની અંતમાં ‘નમામિ’ જોડવાથી શ્રી હનુમાનાષ્ટક થાય છે. 

અતુલિત બલધામં નમામિ । સ્વર્ણશૈલાભદેહં નમામિ ॥
દનુજ-બલ-કૃશાનું નમામિ । જ્ઞાનિનમગ્રગણ્યં નમામિ ॥
સકલ ગુણીનધાનં નમામિ । વના૨ાજામધીશં નમામિ ॥
૨ઘુપતિ-પ્રિય-ભક્તં નમામિ । વાતજાતં નમામિ ॥

શ્રી હનુમાનાષ્ટકમની વંદના-સ્તુતિનું ફળ :
આ રીતે પ્રતિદિન 8, 28 અથવા 108 વખત નિત્ય પાક કરવાથી  સાધકને શ્રી હનુમાનજીની કૃપા સહજ પ્રાપ્ત થાય છે અને તે મનુષ્ય ભગવાન શંકર, માતા પાર્વતી, રામ, લક્ષ્મણ અને જાનકી માતાના પ્રિય પાત્ર બની જાય છે તથા શ્રી હનુમાનજી જીવને બ્રહ્મ સાથે તથા બ્રહ્મનો જીવ સાથે સંબંધ-અનુરાગ જોડી દઇને તે ભગવાનના ભકતનું યોગ-ક્ષેમ  એટલે કે સારસંભાળ રાખે છે. 

શ્રી વાલ્મીકિ રામાયણ પ્રમાણે ભગવાન શ્રીરામે હનુમાનજીને કહ્યું : ‘હે હરીશ્વર ! જયાં સુધી મારી કથા લોકમાં ચાલતી હોય, ત્યાં સુધી મારી આજ્ઞાનું સ્મરણ કરતા કરતા આનંદપૂર્વક સર્વ સ્થળે રમણ કરજો.

ભગવાન શ્રીરામે હનુમાનજીને આ પ્રમાણે કહ્યું તેથી તેમને ખુબ જ આનંદ થયો અને તેમણે પ્રસન્ન થઇને ઉત્તર આપ્યો ‘જયાં સુધી તમારી પવિત્ર કથા આ લોકમાં થતી હશે, ત્યાં સુધી તમારી આજ્ઞાનું પરિપાલન કરતો હું તે સ્થળે વસીશ.’

શ્રી વાલ્મીકિ રામાયણ : 7/108/33, 34, 35, 36) આ લેખ લખનારનું હનુમાન ભકિત વિશેનું પ્રવચન ઢજ્ઞીઝીબય માં ખજ્ઞયિ જવુફળ ચેનલ ઉપર ઉપલબ્ધ છે. 

સંકલન : નિશીથભાઇ ઉપાધ્યાય
સ્પીરીચ્યુઅલ કન્સલટન્ટ અને એસ્ટ્રોલોજર
મો. 78742 95074
મો. 93136 92441

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj