શા માટે ભગવાન શ્રી રામ સમયાતીત છે ?

Dharmik | 17 April, 2024 | 05:01 PM
સાંજ સમાચાર

આપણા ઈતિહાસમાં એવા ઘણા પ્રસંગો થઈ ગયા જેમણે માનવ સંસ્કૃતિ પર અમીટ છાપ પાડી.તેમાંનો એક છે ભગવાન શ્રી રામની જીવન કથની,જે સમયની કસોટીમાં ખરી ઉતરી છે અને સદીઓથી લાખો લોકોની શ્રધ્ધાને મૂર્તિમંત કરતી આવી છે.

કેટલાકે આટલી હદે કહ્યું કે રામ  માત્ર વ્યક્તિની કલ્પના figment છે.પરંતુ તાજેતરના ઐતિહાસિક ખોદકામે /excavation ભગવાન રામના અસ્તિત્વની વાસ્તવિકતા સાબિત/confirm કરીને આ વિમાસણ હંમેશને માટે દૂર/મશતાયહ કરી દીધી.ઘણા ઈતિહાસકારોએ રામાયણની ઘટનાઓની authenticity  ને અનુમોદન આપ્યું છે. તેમાં તવારીખનો પણ સમાવેશ થાય છે,જે દર્શાવે છે કે પૃથ્વી પર 7000 વર્ષ પહેલા રામ થઈ ગયા.આ ઐતિહાસિક narrativeમાં તેમની અયોધ્યાથી શ્રીલંકાની યાત્રા કે જે દરમ્યાન તેઓએ લોકોમાં સંપ સ્થાપ્યો,એ અગત્યનો ભાગ/part  છે.

રામાયણનો પ્રભાવ માત્ર ભારત પૂરતો મર્યાદિત નથી. ઈન્ડોનેશિયાના બાલી અને દક્ષિણપૂર્વ એશિયાના અન્ય ભાગોમાં રામાયણ સાંભળવામાં તથા ઉજવવામાં આવે છે.દૂર પૂર્વમાં,ખાસ કરીને જાપાનમાં પણ રામાયણની પ્રાચીન કથાની અસરો /influence જોવા મળે છે.

તેમના પવિત્ર નામનો પડઘો/ગુંજ વિશ્વમાં પ્રસરેલી છે;જર્મનીનું ’રામબખ’ જેવું સ્થાન આનું જીવંત ઉદાહરણ છે.‘રામ’ એ આત્માની જ્યોતિ છે.જે આપણા હૃદયમાં દેદીપ્યમાન છે,તે રામ છે.રામ આપણા હૃદિયામાં હંમેશા પ્રકાશમાન રહ્યા છે.શ્રી રામ માતા કૌશલ્યા અને પિતા રાજા દશરથને ત્યાં જન્મ્યા હતા.સંસ્કૃતમાં ‘દશરથ’ એટલે જે દસ રથ પર સવાર છે.દસ રથ આપણી પાંચ જ્ઞાનેન્દ્રિયો અને  પાંચ કર્મેન્દ્રિયોના પ્રતિક છે.કૌશલ્યા એટલે skilled one.

જ્યાં કૌશલ્ય અને પાંચ જ્ઞાનેન્દ્રિયો તથા પાંચ કર્મેન્દ્રિયોની ક્રિયાઓ વચ્ચે સમતુલન છે ત્યાં જ રામ જન્મી શકે. રામનો જન્મ અયોધ્યામાં થયો હતો. અયોધ્યા એટલે એ સ્થાન કે જ્યાં કોઈ યુધ્ધ ના થઈ શકે.જ્યારે મન તમામ દ્વંદ્વથી મુક્ત છે,ત્યારે જ આપણી અંદર જ્ઞાનની જ્યોત પ્રગટી શકે.

રામ એ આપણો આત્મા છે, સીતા મન છે અને રાવણ અહંકાર તથા નકારાત્મકતાનું પ્રતિક છે.જેવી રીતે પાણીનો સ્વભાવ છે વહેવુ,તેમ મનનો સ્વભાવ છે ભટકવું/waver.આપણું મન વસ્તુઓથી અંજાઈ જાય છે/fascinated અને તેમનાથી આકર્ષાઈ જાય છે.સીતા સુવર્ણ મૃગથી અંજાઈ ગયા/fascinated.રાવણે સીતાનું અપહરણ કર્યું અને પોતાની સાથે લઈ ગયા.આનો શું અર્થ થાય છે?રાવણ,જે અહંકારનું પ્રતીક છે,તે મનને આત્મા(રામ)થી દૂર લઈ ગયો.પછી ’પવનપુત્ર’ હનુમાને શ્રી રામનો સીતા સાથે મેળાપ કરવામાં સહાય કરી.અહીં હનુમાન આપણા શ્ર્વાસનું પ્રતિક છે.માટે, જ્યારે મન  પોતાના સ્રોતથી દૂર જાય છે ત્યારે શ્ર્વાસની મદદથી આપણે તેનો આત્માના પ્રકાશ સાથે મેળાપ કરાવી શકીએ છીએ.અને આમ, રામાયણ આપણા જીવનમાં રોજ થતું હોય છે.એ હજારો વર્ષો પહેલા ઈતિહાસમાં થઈ ગયેલી માત્ર વાર્તા નથી.

ભગવાન રામે એક good પુત્ર, શિષ્ય અને રાજામાં કેવી લાક્ષણિકઓ/qualities હોવી જોઈએ એનું આદર્શ દ્રષ્ટાંત પૂરું પાડ્યું,જેનાથી તેઓ મર્યાદા પુરુષોત્તમ કહેવાયા.As a revered ruler તેમના રાજ્યની એવી લાક્ષણિકતાઓ હતી જેણે તેને વિશિષ્ટ અને આદર્શ બનાવ્યું.ભગવાન રામ માટે પોતાની પ્રજાનું કલ્યાણ સૌથી વધારે/paramount  અગત્યનું હતું.અને આથી તેમણે આને ધ્યાનમાં રાખીને હંમેશા બધા  નિર્ણયો લીધા.મહાત્મા ગાંધીએ પણ રામરાજ્ય જેવા આદર્શ સમાજની કલ્પના કરી હતી,જેમાં દરેક વ્યક્તિની જરૂરિયાતો પૂરી થાય;જ્યાં બધા માટે ન્યાય સોય,જ્યાં ભ્રષ્ટાચાર ના હોય અને ભશિળય ચલાવી લેવામાં ના આવે.રામરાજ્ય એક crime free સમાજનું પ્રતિનિધિત્વ કરે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj