મોરબીમાં મતદારોને પ્રોત્સાહન આપવા હોટલ, સલૂન અને મેડિકલ સ્ટોરમાં ડિસ્કાઉન્ટની જાહેરાત

Local | Morbi | 29 April, 2024 | 01:53 PM
સાંજ સમાચાર

મોરબી જિલ્લામાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત ચાલી રહેલી કામગીરીમાં મોરબી જિલ્લાના વિવિધ એસોસિએશન પણ જોડાઈ રહ્યા છે. ત્યારે મોરબીના કેમિસ્ટ ડ્રગિસ્ટ મેડિકલ એસો. હોટલ એસો. સહિતનાઓ દ્વારા મતદારોને મતદાન કરવા પ્રોત્સાહિત કરવા નિર્ણય કરવામાં આવેલ ત્યારે કેમિસ્ટ  ડ્રગિસ્ટ મેડિકલ એસો.ના પૂર્વ પ્રમુખ અને શક્તિ મેડિકલના માલિક મેઘરાજ સિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં જ્યારે ચૂંટણીપર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે આપણા ગુજરાતમાં પણ 7 મી મેના રોજ ચૂંટણી અન્વયે મતદાન યોજનાર છે. ત્યારે મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી કે.બી. ઝવેરી દ્વારા મોરબી મેડિકલ એસો.ને મતદારોને આકર્ષવા માટે ખાસ ઓફર બનાવવા હાકલ કરી હતી.

આવી જ રીતે મોરબીના  BONANZA  સલૂન વાળા પાર્થ સીતાપરાએ જણાવ્યું હતું કે, અમારા BONANZA સલૂન મતદાન જાગૃતિ અભિયાનમાં જોડાયું છે. અને ફેશિયલ હેર સ્પા, હેર કટ વગેરે પર 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આવી જ રીતે મોરબીની હોટલ રિજંતા, જી.કે. હોટલ, સવેરા હોટલ, હોટલ ફર્ન રેસિડેન્સીમાં પણ ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવશે.

(તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj