સાવરકુંડલા, તા.29
સાવરકુંડલામાં પ્રાંત અધિકારી ભલાળા અધ્યક્ષ સ્થાને મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત બેઠક બોલાવવા માં આવી હતી જેમાં સાવરકુંડલા નગરપાલિકા ના ચીફ ઓફિસર બોરડ,નાયબ મામલતદાર રજનીભાઇ મહેતા, જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ ના મહામંત્રી અને સાવરકુંડલા વેપારી મહામંડળ ના કાર્યકારી પ્રમુખ રાજુભાઇ શીંગાળા,નગરપાલિકાના ગોસાઈ બાપુ,તથા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ના ડો.મકવાણા,અને ડો,અંકિત સંઘવી,અને વેપારી આગેવાનો માં જિલ પટેલ,કમલેશભાઈ જયાણી, વિમલભાઈ ખખર, વિપુલભાઈ ગોહિલ અજંટા વાળા, હરેશભાઇ પકવાન રેશટોરેન્ટ, મુનાભાઈ ગાયત્રી પાવભાજી વાળા સહિત વેપારી ઓ દ્વારા જુદાજુદા ડિસ્કાઉન્ટ આપવામાં આવેલ છે.
જેમાં ઇન્ડિયન મેડીકલ એસોસિએશન દ્વારા દર્દી માટે 2 થી 7% સુધી,અજંટા વાળા દ્વારા નિયતભાવ થી 5% સુધી,ગાયત્રી ભોજનાલય વાળા અને પકવાન રેશટોરેન્ટ દ્વારા ડીસ ઉપર 10 રૂપિયા સુધી ડિસ્કાઉન્ટ અને દર્શન એન્ટરપ્રાઇઝ ભુવા રોડ,એકતા સેલ્સ એજન્સી, દર્શીતા સેલ્સ એજન્સી,/વિમલ સેલ્સ એજન્સી,ભુરખિયા સેલ્સ એજન્સી, એમ વેપારીઓ દ્વારાગોકુળ સેલ્સ એજન્સી દ્વારા નિયત ભાવ થી 5 થી 10 % સુધી ડિસ્કાઉન્ટ એમ અલગ અલગ ડિસ્કાઉન્ટ આપવામાં આવેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy