સુરેન્દ્રનગરમાં આગાખાન પ્રિ-સ્કુલમાં વાર્ષિકોત્સવ ઉજવાયો

Local | Surendaranagar | 29 April, 2024 | 01:22 PM
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા.29
સમગ્ર સુરેન્દ્રનગર પંથકમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ (અર્લી ચાઈલ્ડહુડ એજ્યુકેશન) ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતી આગાખાન પ્રિસ્કૂલ બાળકોને વિવિધ પ્રકારનાં અનુભવો પુરા પાડી બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહે છે. બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને આગાખાન પ્રિસ્કૂલ દર વર્ષે બાળકો  માટે વાર્ષિક પ્રોગ્રામનું આયોજન કરે છે.

એન્યુઅલ ડે માત્ર આનંદનો દિવસ નથી;  નાના બાળકોમાં શારીરિક પ્રવૃત્તિ, ટીમ વર્ક અને તંદુરસ્ત જીવનશૈલીને અપનાવવા માટે આ એક તક છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ બાળકોમાં રહેલ કૌશલ્યો, સામાજિક આવડતો, કલા વિગેરેને બહાર લાવી બાળકોને પ્રોત્સાહિત કરવાનો અને તેમના આત્મવિશ્વાસમાં વધારો કરવાનો છે.

તા. 25/04/2024ના રોજ આગાખાન પ્રિસ્કુલ સુરેન્દ્રનગર દ્વારા બાળકો  માટે એન્યુઅલ ડે નુ આયોજન કરવામાં આવેલ હતું. એન્યુઅલ પ્રોગ્રામમાં બાળકો અને વાલીઓએ ખુબજ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. નાના બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો ખુબ જ સુંદર રીતે રજુ થયા હતા.

બાળકોની રજુઆતોને જોઈ ઉપસ્થિત તમામ પ્રેક્ષકો અભિભૂત થઇ ગયા હતા. બાળકોની સાથે વાલીઓ પણ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ત્યાં હાજર રહેલ તમામ દર્શકોએ તેમની રજુઆતને આનંદપૂર્વક નિહાળી હતી. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત તમામ લોકોએ તાળીઓનાં ગડગડાટથી બાળકોનાં ઉત્સાહમાં સતત વધારો કર્યો હતો. 

આગાખાન પ્રિસ્કૂલ્સ એ આગાખાન એજ્યુકેશન સર્વિસ (AKES) વૈશ્વિક નેટવર્કનો એક ભાગ છે જે વિશ્વના 13 દેશોમાં 200 થી વધુ શાળાઓ અને શૈક્ષણિક કાર્યક્રમોનું સંચાલન કરે છે. આગાખાન એજ્યુકેશન સર્વિસ, ઇન્ડિયા (AKES) હાલમાં ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાણા રાજ્યોમાં આઠ શાળાઓ, એક હોસ્ટેલ અને ઓગણીસ આગાખાન પ્રિસ્કૂલ્સનું સંચાલન કરે છે.

AKESએ પોતાની વૈવિધ્યપૂર્ણ શૈક્ષણિક અને સહશૈક્ષણિક પ્રવૃતિઓ માટે અનેક એવોર્ડસ મેળવેલ છે. તાજેતરમાં જ દેશનાં જાણીતા શૈક્ષણિક સંગઠન India Didactics Association (IDA) દ્વારા AKESને ‘સ્કૂલ ચેઈન ઓફ ધી યર’ તેમજ આગાખાન પ્રિસ્કૂલને ‘અર્લી ચાઈલ્ડહુડ એજ્યુકેશન ચેઈન ઓફ ધી યર’ તરીકે નવાજવામાં આવેલ છે. તેમજ એજ્યુકેશન વર્લ્ડ દ્વારા દ્વારા આગાખાન પ્રિસ્કૂલને દેશની 10 ‘મોસ્ટ રીસ્પેક્ટેડઅર્લી ચાઈલ્ડહુડ એજ્યુકેશન બ્રાન્ડસ’ માં સ્થાન આપવામાં આવેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj