ઉત્તર ગુજરાતમાં 1 થી 8 ઇંચ: સૌરાષ્ટ્રમાં માત્ર હળવા ઝાપટા

Saurashtra | Rajkot | 05 July, 2024 | 12:28 PM
આજે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીરસોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા સહિત 31 થી વધુ જિલ્લામાં હળવાથી ભારે વરસાદની આગાહી
સાંજ સમાચાર

રાજકોટ, તા. 5
સૌરાષ્ટ્રનાં મોટા ભાગનાં વિસ્તારોમાં ગઇકાલે પણ મેઘરાજાનો વિરામ રહ્યો હતો. જો કે અમરેલી, ગીરસોમનાથ, ભાવનગર, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં છૂટાછવાયા ઝાપટા પડ્યા હતા. પરંતુ ઉત્તર ગુજરાતમાં મેઘરાજા ઓળઘોળ રહ્યા હતા અને 1 થી 8 ઇંચ વરસાદે છેલ્લા 24 કલાક દરમ્યાન નોંધાયો હતો. 

પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં અને હવે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા ઓળઘોળ થયા હતા. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 141 તાલુકામાં વરસાદ નોધાયો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો. દાંતામાં 8 ઈંચ અને વડગામમાં 4 ઈંચ  અને  મહીસાગરના કડાણામાં 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

દાંતામા 202 મિ.મી.,વડગામમાં 100 મિ.મી., કડાણામાં 84 મિ.મી., શેહેરામાં 71 મિ.મી., તિલકવાડામાં 67 મિ.મી., ખાનપુરમાં 57 મિ.મી., કથલાલમાં 51 મિ.મી., ગલતેશ્વરમાં 49 મિ.મી., પાલનપુરમાં 47 મિ.મી., કુકરમુંડામાં 47 મિ.મી., કપરાડામાં 45 મિ.મી., ઠાસરામાં 45 મિ.મી., ઉમરપાડામાં 40 મિ.મી., નાંદોદમાં 39 મિ.મી., ઝઘડિયામાં 34 મિ.મી., ઉમરગામમાં 31 મિ.મી. ખેડબ્રહ્મામાં 31 મિ.મી., હાલોલમાં 31 મિ.મી અને સતલાસણામાં 30 મિ.મી. વરસાદ નોંધાયો છે.

આજે ક્યાં વરસાદ પડશે?
હવામાન વિભાગ અનુસાર, આજે (પાંચમી જુલાઈ) બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરત, નર્મદા, તાપી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચમાં વરસાદ પડી શકે છે.

છઠ્ઠીથી આઠમી જુલાઈ દરમિયાન  બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, વડોદરા, તાપી, સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટમાં હવળોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

દરમ્યાન ખંભાળિયા પંથકમાં ત્રણ દિવસના મેઘ વિરામ બાદ આજે પુન: વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી વરસાદી વાદળોની જમાવટ વચ્ચે વહેલી સવારે છએક વાગ્યે હળવું ઝાપટું વરસી ગયું હતું. સરકારી ચોપડે બે મિલીમીટર વરસાદ નોંધાયો છે આ ઉપરાંત જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં પણ સવારે બે મી.મી. વરસાદ વરસ્યો છે.

ગરમી અને વરસાદી માહોલ વચ્ચે વધુ એક રાઉન્ડ વરસે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે.જામનગર સહિત જિલ્લામાં આજ સવાર સુધીમાં સમયાંતરે સુર્યદેવતાના અલપ ઝલપ દર્શન વચ્ચે વરસાદી માહોલ છવાયો હતો.જેમાં જામનગર શહેરમાં સાંજે હળવા ભારે ઝરમર ઝાપટા વરસતા. માર્ગો ભીંના થયા હતા. જયારે  જોડીયામાંબપોરે હળવા ઝાપટા પડયા હતા.તો ભણગોર અને મોડપરમાં બે બે મિમી વરસાદ નોંધાયો હતો.

જામનગર શહેરમાં સાંજે પાંચ વાગ્યાના સુમારે મેઘાવી માહોલ સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો.જોકે, બે-ચાર ઝાપટા વરસાવ્યા બાદ વરસાદે બ્રેક લીધો હતો. શહેરમાં ભારે બફારો અને ગરમીથી લોકો ત્રાહિમામ થઈ રહ્યા છે.

જામનગર જિલ્લા કલેકટર કંટ્રોલરૂમમાંથી મળતી માહિતી  મુજબ  જામનગર માં  5 મિમી અને જોડિયામાં બે મિમી વરસાદ નોંધાયો હતો.જ્યારે ગ્રામ્ય પથકમાં પી.એચ.સી માં ભણગોર અને મોડપર માં બે બે મિમી વરસાદ નોંધાયો હતો.જ્યારે બાકીના વિસ્તારોમાં વરામ નીકળી હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj