રાજકોટ,તા.29
શાહ ખી.લ.બહેરા-મૂંગા ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી મહાલક્ષ્મીબેન અને જગન્નાથ એ. મહેતા શ્રવણમંદોની માધ્યમિક અને ઉ.મા. શાળા માંથી ધોરણ: 12 પાસ કરેલ 10 મૂક-બધિર વિદ્યાર્થીનીઓને હરી દર્શન એક્ષ્પોર્ટનાં માલિક રીતેષભાઈ લખાણીનાં ઉદાર સહયોગથી ઓફિસમાં કમ્પ્યુટર ડેટા એન્ટ્રી જોબ પર રાખવામાં આવી છે.
તેમજ જુદા જુદા જિલ્લામાંથી આવેલી વિદ્યાર્થીનીઓ માટે રહેવા માટે ફ્રી ઓફ ફ્લેટની વ્યવસ્થા પણ કરી આપવામાં આવેલ છે.
શાહ ખી.લ.બહેરા-મૂંગા શાળા ટ્રસ્ટનાં માનદ મંત્રી અશ્વિનભાઈ પંડ્યાના સહયોગ અને માર્ગદર્શનથી દિવ્યાંગ મૂક-બધિર વિદ્યાર્થીનીઓ જોબ કરીને આત્મ નિર્ભર બની છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy