પત્નીને ‘સેકન્ડહેન્ડ’ કહેવું મોંઘુ પડયું: રૂા.3 કરોડ ચૂકવવા હાઈકોર્ટનો આદેશ

India, Off-beat | 27 March, 2024 | 02:51 PM
મુંબઈમાં રહેતા અમેરિકન યુગલ વચ્ચે 2017માં છુટાછેડાના કેસમાં રૂા.1.50 લાખનું ભરણપોષણ પ્રતિ મહિને આપવા આદેશ
સાંજ સમાચાર

મુંબઈ,તા.27
પત્ની માટે કોઈપણ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરનાર પુરુષો માટે એક લાલબતી સમાન ચુકાદો મુંબઈ હાઈકોર્ટે આપ્યો હતો. નેપાળમાં હનીમુન માટે ગયેલા યુગલ વચ્ચે કોઈ બાબતે વિવાદ થતા પતિએ તેની પત્નીને ‘સેકન્ડહેન્ડ’ કહીને અપમાનીત કરી હતી અને યુગલ મુંબઈ પરત ફરતા પતિએ પત્ની સામે આ પ્રકારે અપમાનીત કરવા ઉપરાંત જાતીય સતામણી અને તેની પર અત્યાચાર કરવાનો આરોપ મુકયો છે.

અમેરિકામાં રહેતા આ વ્યક્તિ પરનો દોષ સાબીત થયો હતો અને મુંબઈ હાઈકોર્ટે પતિને રૂા.3 કરોડની રકમનો દંડ ફટકારી આ રકમ તેના પત્નીને આપવા આદેશ આપ્યો હતો. પતિ અને પત્ની બંને અમેરિકાના નાગરિક છે. 1 જાન્યુ. 1994ના બંનેના લગ્ન થયા હતા. આ અગાઉ મહિલાની એક સગાઈ તૂટી ગઈ હતી.

અમેરિકામાં રહેતા આ યુગલ 2005માં મુંબઈમાં શીફટ થયા હતા અને થોડા વર્ષ સાથે રહ્યા બાદ 2014માં પતિ અમેરિકા ચાલ્યો ગયો હતો અને 2017માં છુટાછેડાની અરજી કરી હતી.

તેણે પત્ની પર લગ્ન બહારના સંબંધોનો આરોપ મુકયો હતો જયારે પત્નીએ વળતો આક્ષેપ કરતા કહ્યું કે, જયારે તેઓ હનીમુન માટે નેપાળ ગયા હતા ત્યારે તેના પતિએ તેના પર ચારિત્ર્ય સંબંધી પ્રશ્ર્ન ઉઠાવીને સેકન્ડહેન્ડ કહ્યું હતું અને તેની પાસે બળજબરીથી ગેરકાનુની સંબંધો સ્વીકારવાની ફરજ પાડી હતી એટલું જ નહી 2008માં તેનું ગળુ દબાવીને હત્યાની પણ કોશિશ કરી હતી.

2023માં ટ્રાયલ કોર્ટે પત્નીની તરફેણમાં ચુકાદો આપીને તેને રૂા.3 કરોડ ચૂકવવા ઉપરાંત મુંબઈમાં 1000 સ્કવેરફુટનું રહેણાંક ઘર આપવા અથવા તો મહિને રૂા.75000નું ભરણપોષણ આપવા પતિને આદેશ આપ્યો હતો.

આ ઉપરાંત તેના તમામ ઘરેણા પણ પરત આપવા અને બાદમાં ભરણપોષણ વધારીને રૂા.1.50 લાખ કરાયું હતું જેની સામે પતિએ મુંબઈ હાઈકોર્ટમાં અપીલ કરતા હાઈકોર્ટે પણ ટ્રાયલકોર્ટનો ચુકાદો માન્ય રાખ્યો હતો.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj