વોશિંગ્ટન, તા.28
અમેરિકાના ઇલિનોઇસ રાજ્યમાં છરી વડે હુમલાની ઘટનામાં ચાર લોકોના મોત થયા છે અને પાંચ લોકો ઘાયલ થયા છે. આ કેસમાં પોલીસે એક શકમંદની અટકાયત કરી છે.
અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, અમેરિકાના ઉત્તરી ઇલિનોઇસમાં છરી વડે હુમલાની ઘટનામાં ચાર લોકોના મોત થયા છે અને સાત અન્ય ઘાયલ થયા છે. તેમજ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ કસ્ટડીમાં છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
તેમણે જણાવ્યું કે, ઘાયલોમાં એક વ્યક્તિની હાલત ગંભીર છે. અધિકારીના જણાવ્યા અનુસાર, ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે ચોથાનું હોસ્પિટલમાં મોત થયું હતું.
પોલીસે જણાવ્યું કે, મૃતકોમાં 15 વર્ષની છોકરી, 63 વર્ષની મહિલા, 49 વર્ષીય પુરૂષ અને 22 વર્ષીય યુવકનો સમાવેશ થાય છે. ચારેયની ઓળખ જાહેર કરવામાં આવી નથી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy