ગોંડલ: તાજેતરમાં ગોંડલના યુનિટી ઈંગલીશ એકેડેમી, એચ.બી.વી. ઠકરાર મેમોરીયલ ટ્રસ્ટ તથા વસુધૈવ કુટુંબકમ ટ્રસ્ટ દ્વારા વ્યક્તિત્વ વિકાસ માટે જ્ઞાનવર્ધક તથા કૌશલ્ય વિકાસની વિવિધ હરિફાઈઓનું આયોજન કરવામાં આવેલ. જેમાં પર્યાવરણલક્ષી ગ્લોબલ વોર્મિંગ પરની વકતૃત્વ સ્પર્ધા સાથેજ વિવિધ પ્રતીયોગીતાઓ જેવી કે ડિબેટ સ્પર્ધા, વર્બ્સ ટેસ્ટ, વોકેબ્યુલરી ટેસ્ટ, હેન્ડરાઈટીંગ કોંમ્પીટીશનના વિજેતાઓનું સન્માન કરવામાં આવેલ. જેમાં અતિથિ વિશેષ તરીકે ગોંડલ એચ.બી.વી. ઠકરાર ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી પ્રકાશભાઈ ઠકરાર તથા એડવોકેટ રવિરાજભાઈ ઠકરાર ની ઉપસ્થિતી વિશેષ રહી. યુનિટી કલાસીસ ના પ્રોપરાઈટર ભાવિનભાઈ જોબનપુત્રા દ્વારા આમંત્રીત મહેમાનોનું શબ્દો સ્વાગત કરવામાં આવેલ. આમંત્રિત મહેમાનો તરીકે એચ.બી.વી. ઠકરાર ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ક્રિષ્નાબેન પ્રકાશભાઈ ઠકરાર, ટ્રસ્ટી દિશાબેન રવિરાજભાઈ ઠકરાર, યુનિટી કલાસીસ ના સંચાલક સુનિતાબેન ભાવિનભાઈ જોબનપુત્રા તથા કાર્તિકભાઈ વેકરિયા દ્વારા વિદ્યાર્થીઓને મેડલ પહેરાવડાવી તથા સર્ટીફીકેટ આપીને સન્માનીત કરવામાં આવેલ.
(તસ્વીર અને અહેવાલ : અશોક જોશી, ગોંડલ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy