IPL ના બીજા તબકકાના શેડયુલનું એલાન : અમદાવાદમાં 9 મેચ

India, Gujarat, Sports | Ahmedabad | 26 March, 2024 | 10:27 AM
આઇપીએલમાં કુલ 74 મેચ : 26મીએ ફાઇનલ ચેન્નાઇમાં યોજાશે : કવોલીફાયર-1 તથા એલીમીનેટર અમદાવાદમાં યોજાશે : કુલ 13 મેદાનો પર મેચો રમાશે : 8મી એપ્રિલથી જ બીજો તબકકો : કોઇ બ્રેક નહીં
સાંજ સમાચાર

મુંબઇ, તા. 26
ભારતમાં લોકસભાની ચૂંટણીની સમાંતર જ યોજાઇ રહેલી વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિકેટ ટુર્નામેન્ટ એવી આઇપીએલના બીજા તબકકાનું શેડયુલ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. સમગ્ર ટુર્નામેન્ટ ભારતમાં જ યોજાશે. ભારતીય ક્રિકેટ બોર્ડે  બીજા તબકકાનું સમયપત્રક જાહેર કર્યુ છે.

અમદાવાદ તથા ચેન્નાઇમાં સૌથી વધુ 9-9 મેચ રમાશે જયારે 7-7 મેચ  મુંબઇ, લખનૌ, કલકતા, બેંગ્લોર અને હૈદ્રાબાદમાં રમાશે. દિલ્હી, મુલામપુર અને જયપુરમાં પાંચ-પાંચ મેચ તથા ગોવાહાટી, વિશાખાપટ્ટનમ, ધર્મશાલામાં 2-2 મેચ રમાશે. 

ભારતીય ક્રિકેટ બોર્ડ આઇપીએલનું બીજા તબકકાનું શેડયુલ સોમવારે જાહેર કર્યુ હતું. અગાઉ 22 માર્ચથી 7 એપ્રિલનું પ્રથમ તબકકાનું શેડયુલ જાહેર કરાયું હતું. ચૂંટણી પંચે લોકસભાનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરી દીધાના પગલે હવે બીજા તબકકાના શેડયુલની પણ જાહેર કરી દેવામાં આવી છે.

બીજો તબકકો 8 એપ્રિલથી ર6 મે દરમ્યાન યોજાશે અને તેમાં 53 મેચો રમાશે. સમગ્ર આઇપીએલમાં કુલ 74 મેચો રમાશે. 19 મેના રોજ લીગ સ્ટેજ પુરો થશે અને ટોપ ફોર ટીમ પ્લેઓફ માટે કવોલીફાય થશે. 21 મેના રોજ કવોલીફાયર રાઉન્ડ શરૂ થશે અને 26 મેના રોજ ફાઇનલ મેચ રમાશે. 

લોકસભાની ચૂંટણીના શેડયુલને ધ્યાને રાખીને આઇપીએલનો બીજા તબકકાનો કાર્યક્રમ નકકી કરવામાં આવ્યો છે.  મહત્વની વાત એ છે કે બંને તબકકામાં કોઇ બ્રેક રાખવામાં આવ્યો નથી. પ્રથમ તબકકો 7મી એપ્રિલે પૂર્ણ થવાનો હતો અને બીજા તબકકો 8મી એપ્રિલથી શરૂ થઇ જશે એટલે સમગ્ર શેડયુલમાં કોઇ બ્રેક રાખવામાં આવ્યો નથી. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj