સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાં ખાનગી એકમના કર્મયોગીઓને ચૂંટણી વિષયક જાણકારી આપી મતદાન કરવા પ્રોત્સાહિત કરાયા

Local | Surendaranagar | 29 April, 2024 | 01:25 PM
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. ર9
ઝાલાવાડના નાગરિકોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સતત પ્રયત્નશીલ રહી અસરકારક કાર્યક્રમો કરી રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કે. સી. સંપટના દિશા-નિર્દેશ હેઠળ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાનાં તમામ વિધાનસભા મતવિસ્તારમાં મતદાન જાગૃતિ માટે જુદા જુદા ઔદ્યોગિક એકમોમાં મતદાન પ્રચાર પ્રસારની વિવિધ પ્રવૃત્તિઓ સ્વીપ અંતર્ગત થઈ રહી છે.

જેમાં 09 - સુરેન્દ્રનગર સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ 63-ચોટીલા વિધાનસભા મતવિસ્તારના આસિસ્ટન્ટ કલેકટર શ્રી કલ્પેશકુમાર શર્માની ઉપસ્થિતિમાં ચોટીલા તાલુકામાં આવેલા ખાનગી ઔદ્યોગિક એકમ જોલી સ્પીનીંગ મિલ ખાતે ‘સ્વીપ’ (સિસ્ટેમેટિક વોટર એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન) ઝુંબેશ અંતર્ગત મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તકે લોકશાહીને વધુ મજબૂત કરવા માટે એકમમાં કાર્યરત કર્મયોગીઓને મહત્તમ સંખ્યામાં મતદાન કરીને આગામી ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થવા સમજૂત કરવામાં આવ્યા હતા. તેમજ મતદાનના દિવસે દરેક મતદાર મત આપવા જઈ શકે તે માટે કંપની તરફથી સવેતન રજા મળશે, જેની જાણકારી કર્મયોગીઓની આપવામાં આવી હતી.

તદુપરાંત મતદાન તારીખ, સમય, મતદાન માટે માન્ય પુરાવા દર્શાવતી પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોકશાહીના આ મહાપર્વમાં બહુમુલ્ય મતદાનની મહત્તા સમજાવી આગામી લોકસભા સામાન્ય ચૂંટણી - 2024માં પરિવાર સાથે અવશ્ય મતદાન કરવા પ્રેરિત કરાયા હતા. આ તકે ઉપસ્થિત સર્વેએ હું અવશ્ય મતદાન કરીશ... મતદાર પ્રતિજ્ઞા લઈ મતદાન કરવા સંકલ્પ કર્યો હતો. 

આ પ્રસંગે ચોટીલા મામલતદાર વી.એમ. પટેલ સહીત સંબંધિત વિભાગનાં અધિકારીઓ, કર્મચારીઓ તથા ઔદ્યોગિક એકમના કર્મયોગી ભાઈઓ, બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj