મોરબીમાં ઈકો કાર દુકાનના થડા સાથે અથડાતા વેપારીને ઈજા

Local | Morbi | 29 April, 2024 | 11:54 AM
સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ દ્વારા)
 મોરબી, તા.29

મોરબીના ઘુનડા રોડ ઉપર શક્તિ-2 સોસાયટી તુલસી પાર્ક એપાર્ટમેન્ટ- એ ફ્લેટ નંબર 801 માં રહેતા પ્રવીણભાઈ કાનજીભાઈ દેત્રોજા જાતે પટેલ (48) એ હાલમાંઇકો  ગાડી નંબર જીજે 36 એજે 0515 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવી છે કે મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ લક્ષ્મી ચેમ્બરમાં રવિ જનરલ સ્ટોર નામની તેની દુકાન આવેલ છે ત્યાં ઇકો ગાડીના ચાલકે દુકાનના આગળના થાડા પાસે તેની ઈકો ગાડી અથડાવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાનને શરીર ઇજાઓ થયેલ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને દુકાનમાં પણ નુકસાની થયેલ હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસ આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
 

વરલી જુગાર
વાંકાનેરમાં જીનપરા જકાતનાકા પાસે વરલી જુગારના આંકડા લેતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગારના આંકડા લેતા ધર્મેશભાઈ ઉર્ફે ધમો ચંપકલાલ ગુંદારીયા (39) રહે ભાટિયા સોસાયટી સરદાર સ્કૂલ વાળી શેરી વાંકાનેર વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી 320 રૂપિયાની રોકડ કબજે કરી હતી આવી જ રીતે મોરબી વાંકાનેર તાલુકાના સરતાનપર માટેલ રોડ ઉપર વરલી જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગારના આંકડા લેતા બે શખ્સો મળી આવતા પોલીસે 550 રૂપિયાની રોકડ કબજે કરી બાબુભાઈ ઉર્ફે રાજુભાઈ જાદવજીભાઈ લીલાપર (20) રહે માટેલ રોડ દ્વારકાધીશ હોટલ પાછળ વાંકાનેર અને રણછોડભાઈ વશરામભાઈ દેકાવાડીયા (38) રહે વીરપર તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj