મારામારી સહિતના ગુનામાં સંડોવાયેલા કુખ્યાત 3 આરોપી પાસાના પિંજરે પુરાયા

Crime | Rajkot | 29 April, 2024 | 11:52 AM
ઉપલેટાના જાવીદ ઉર્ફે જાવલો, અબુ ઉર્ફે ડાડુ, મહેબૂબ ઉર્ફે મેબલો સંઘાણી સામે કાર્યવાહી
સાંજ સમાચાર

રાજકોટ, તા.29
રાજકોટ રૂરલ એલસીબી અને ઉપલેટા પોલીસે મારામારી સહિતના ગુનામાં સંડોવાયેલા કુખ્યાત 3 આરોપી પાસાના પિંજરે પુરવા કાર્યવાહી કરી હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, અવાર નવાર શરીર સબંધી ગંભીર ગુના આચરતા શખ્સોની અસામાજિક પ્રવૃત્તિ અટકાવી કાયદો વ્યવસ્થા તથા જાહેર વ્યવસ્થા જાળવવા માટે રેન્જ આઈજી અશોકકુમાર યાદવ તેમજ રાજકોટ જિલ્લા પોલીસ વડા નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડએ સખત પગલા લેવા સુચના કરેલ હતી. જે અનુસંધાને ડીવાયએસપી આર.એ.ડોડીયાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખાના સ્ટાફે શરીર સબંધી ગુન્હાઓ અવાર નવાર આચરતા ત્રણેય આરોપીના પાસા દરખાસ્ત કરી જિલ્લા કલેકટર તરફ મોકલતા મંજૂરી આપી પાસા વોરંટ ઇશ્યુ કરતા પોલીસે ત્રણેયની અટકાયત કરી હતી. 

જેમાં જાવીદ ઉર્ફે જાવલો આમદ સંઘવાણી (ઉ.વ.34, રહે. ઉપલેટા સુવા પ્લોટ)ને અમદાવાદ મધ્યસ્થ જેલ, અબુ ઉર્ફે ડાડુ અજીત જામ (ઉ.વ.22, રહે. ઉપલેટા બસ સ્ટેશન પાછળ મીયાણા વાસ)ને વડોદરા મધ્યસ્થ જેલ, મહેબુબ ઉર્ફે મેબલો આમદ સંઘવાણી (ઉ.વ.30, રહે. ઉપલેટા, કાદી વિસ્તારને લાજપોર સુરત મધ્યસ્થ જેલમાં ધકેલવા તજવીજ હાથ ધરી હતી.

આ કામગીરી એલસીબી શાખાના પીઆઈ વી.વી.ઓડેદરા, પીએસઆઇ ડી.જી. બડવા,  અનિલભાઇ બળકોદીયા, બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, અમિતસિંહ જાડેજા, શક્તિસિંહ જાડેજા, દિવ્યેશભાઇ સુવા, નિલેશભાઇ ડાંગર, અરવિંદસિંહ જાડેજા, કૌશીકભાઇ જોષી, ઉપલેટા પોલીસના પીઆઈ એલ.આર. ગોહિલ, ધરમચંદ કટોચ તથા કુલદિપસિંહ રાઠોડ તથા જયંતીભાઇ મકવાણા, ચંન્દ્રકાંતભાઇ રોજાસરા, મહિપતભાઇ જાંબુકીયા, પારસબેન રૂપાપરા, વિગેરે દ્વારા કરવામાં આવેલ હતી. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj