નવી દિલ્હી, તા.28
ભારતીય અર્થ વ્યવસ્થાએ કોરોના બાદ શાનદાર દેખાવ કર્યો છે. કોરોના કાળ બાદ દેશમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સર્વાધિક યોગદાન આપ્યું છે.
હાલમાં જીડીપીની વાસ્તવિક સરેરાશ વૃધ્ધિ દર 8.1 ટકાએ પહોંચી ગઇ છે, જે કોરોનાના સમયગાળો એટલે કે 2018 પહેલાની 5.7 ટકાથી ઘણી વધુ છે.
એસબીઆઇના તાજા રિપોર્ટ મુજબ કોરોના કાળ બાદ ઘરેલું અર્થ વ્યવસ્થામાં 235 આધાર અંકની વૃધ્ધિ જોવા મળી છે. આ વૃદ્ધિમાં મહારાષ્ટ્રે વધુ આધાર અંક યુપીએ 40 આધાર અંકનું યોગદાન આપ્યું છે, જે રાજ્યોમાં સૌથી વધુ છે.
રીપોર્ટ મુજબ જીએસડીપી સકલ રાજ્ય ઘરેલું ઉત્પાદનના મોરચે ગુજરાતે તેના આર્થિક ઉત્પાદનને ઉલ્લેખનીય બે ગણું કર્યું છે. ત્યારબાદ કર્ણાટક, આસામ, આંધ્ર પ્રદેશ વગેરે રાજ્યોએ આર્થિક ગતિવિધિ અને વિકાસમાં યોગદાન આપ્યું છે.
એસબીઆઇના રિપોર્ટમાં અનેક રાજ્યોમાં દર વ્યકિતએ આવકમાં વૃદ્ધિનો પણ ઉલ્લેખ છે, આ મોરચે ગુજરાતમાં સર્વાધિક 1.9 ગણી વૃદ્ધિ દેખાઇ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy