ઉનાની શિવાજી પાર્ક સોસાયટીમાં પરિણીતાનો આપઘાત

Local | Veraval | 29 April, 2024 | 11:32 AM
ઉનામાં પોલીસે ફિલ્મીઢબે કારનો પીછો કરી વિદેશી દારૂ જપ્ત કર્યો
સાંજ સમાચાર

ઉના,તા.29
ઉનાના વેરાવળ રોડ પર આવેલ શિવાજી પાર્કસોસાયટીમાં રહેતા અને ઉના પીજીવીસીએલમાં કોન્ટ્રાકૂટ તરીકેનું કામ કરતા સુરેશભારતી ગૌસ્વામીના પરિવારમાં  સાસુ સસરા પતી પત્ની અને એક અઢી વર્ષનું બાળક સંયુક્ત કુટુંબમાં રહેતા હોય ત્યારે સાંજના સમયે પુત્ર વધુ હેતલ બેન વિકાસભારતી (વિકી) ગૌસ્વામી ઉ.26 તથા સાસુ અને બાળક ઘરે એકલા હોય ત્યારે હેતલબેન ગૌસ્વામી એ ઉપરના માળે જઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ ગયેલ હોય ત્યારે પતી વિકાસભારતી બહારથી આવી ઘરમાં પ્રવેશ કરતાં હેતલ બેન પંખા સાથે સફેદ રંગનું દોરડું બાંધી લટકેલી હાલતમાં જોવા મળતા પતિ વિકાસભારતી ગૌસ્વામીએ હેતલબેનને ફાંસીના દોરડા માંથી કાઢી ઉનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા ઉના સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડાયા હતા જે અંગેની જાણ ઉના પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરેલ હતી હાલ આત્મ હત્યા કરવાનું કોઈ કારણ બહાર આવ્યું નથી.જેથી આ અંગે તટસ્થ તપાસ થાય તો આત્મ હત્યા કરવાનું કારણ બહાર આવી શકે છે અને હેતલબેને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા અઢી વર્ષના બાળકને માતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો હતો.
 

દારૂ જપ્ત
ગીર સોમનાથ જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ સ્ટાફ ઊના શહેરી વિસ્તારમાં  પેટ્રોલીંગમાં હતા દરમ્યા સવારે 10/05 વાગ્યે ઉના ટાઉન નાં ઉના દેલવાડા રોડ પર આવેલ જલારામ નગર, ઉના નગર પાલીકા નવી સાક માર્કેટ પાસે બાતમી આધારે શકીલ ઉર્ફે શકીલબાપુ મહમદ શબીર બાહારૂની રહે.ઉના નીચલા રહીમ નગર મારૂતી સુઝુકી કંપનીની સફેદ કલરની સ્વીફ્ટ કાર જેનાં રજી નં.GJ-15-CA-0028 કારમાં અંદરના ભાગે ચોરખાના બનાવી કેન્દ્ર સાશીત પ્રદેશ દીવ માંથી ઈંગ્લીશ દારૂ ભરી અહેમદપુર માંડવી ચેક પોસ્ટ પ્રસાર કરીને પોલીસ જોઈ ગાડી ભગાડતા તેનો ફીલ્મી ઢબે પીછો કરીને  ઉના શા એચ.ડી.હાઇસ્કુલ સામે આવેલ જગજીવન બાપુના મંદીર તરફ જવાના રસ્તે તલાશી લેતા વિવિધ કંપની નો ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવતાં ડીઝલ ની ટાંકી પાસે બનાવેલ ચોર ખાનું ખોલતાં  દારૂ બોટલ નંગ- 177 ની કી રૂ.25,200/-નો મુદામાલ તેમજ વિદેશી દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ મારૂતી સ્વીકટ કાર.નં.GJ-15-CA-0028 કી.રૂ.2,00,000/- કુલ.રૂ.2.25,500નો મુદામાલ પકડી પાડી ને કાર મુકી નાશી છુટેલા શકીલ ઉર્ફે સકીલબાપુ શબીર વિરૂધ્ધ પ્રોહી કલમ 65(6) 08(2),99 મુજબ ગુન્હો એલ સી બી નાં પો હેડ કોન્સ્ટેબલ પી.બી.મોરી એ ઊના પોલીસમાં ફરીયાદ નોંધાવતા વધું તપાસ ઉના પોલીસ એ હાથ ધરી છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj