અગ્નિકાંડના આરોપીની ઓફિસ ‘કુબેરનો ભંડાર’

18 કરોડ : સાગઠીયાની ખાનગી ઓફિસમાંથી 15 કરોડનું સોનુ- 3 કરોડ રોકડા મળ્યા : ખળભળાટ

Crime | Rajkot | 02 July, 2024 | 03:59 PM
એસીબીએ આરોપીને સાથે રાખી રાત્રે 11થી સવારે 9 વાગ્યા સુધી તપાસ ચલાવી, સોના અને ચાંદીના દાગીના, સોનાના પટ્ટાવાળી બે ઘડિયાળ, ડાયમંડ જ્વેલરી, ડોલર સહિતનું વિદેશી ચલણ : તિજોરીમાંથી ખજાનો મળ્યો
સાંજ સમાચાર

રાજકોટ, તા.2
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના આરોપીની ભ્રષ્ટ લીલામાં વધુ એક ધડાકો થયો છે. રાજકોટ મહાનગર પાલિકાના પૂર્વ ટીપીઓ અને સસ્પેન્ડેડ અધિકારી એમ.ડી. સાગઠિયાની ઓફિસમાંથી 3 કરોડની રોકડ અને 15 કરોડનું સોનું એટલે કે 20 કિલો સોનુ મળતા ખળભળાટ મચી ગયો છે.

એસીબીએ આરોપીને સાથે રાખી રાત્રે 11થી સવારે 9 વાગ્યા સુધી તપાસ ચાલવી હતી. જેમાં સોના અને ચાંદીના દાગીના, સોનાના પટ્ટાવાળી બે ઘડિયાળ, ડાયમંડ જ્વેલરી, ડોલર સાહિતનું વિદેશી ચલણ એમ તિજોરીમાંથી ખજાનો મળ્યો હતો.

એસીબીએ આરોપીને સાથે રાખી રાત્રે 11થી સવારે 9 વાગ્યા સુધી 150 ફૂટ રિંગ રોડ પર, બાલાજી હોલ સામે આવેલી ટવીન્સ ટાવર બિલ્ડીંગમાં નવમા માળે આવેલી ઓફિસમાં તપાસ ચાલાવી હતી. જેમાં તિજોરીમાંથી ખજાનો મળ્યો હતો. સોનુ, ચાંદી, રોકડ રકમ, ડોલર સહિતનું વિદેશી ચલણી નાણું, ઉપરાંત અનેક દસ્તાવેજો પણ કબ્જે કરાયા છે.

જ્યારે એસીબીએ ગુનો દાખલ કર્યો ત્યારે સાગઠિયાની આવક કરતા 400 ટકા વધુ સંપત્તિ હોવાનું ખુલ્યું હતું. પણ હવે આ રકમ ઉમેરાતા વધુ સંપત્તિ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે ખોટી મિનિટ્સ નોટના ગુનામાં રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટના આદેશથી સાગઠિયાને જેલમાં ધકેલ્યો હતો. ગઇકાલે જેલમાંથી એસીબીએ તેનો કબ્જો લીધો હતો. આ પછી તુરંત તેને ઓફિસે લઈ જવાયો હતો. ઓફિસ અગાઉ એસીપી ક્રાઇમ દ્વારા સીલ કરાઈ હતી. જે સીલ ખોલી અંદર તિજોરીમાં તપાસ કરતા 20 કિલો સોનુ મળ્યું હતું.

ઉપરાંત 3 કરોડની રોકડ મળી હતી. સોની વેપારીઓ પાસેથી જાણવા મળેલ કે, આટલું સોનુ કોઈ જવેલર્સ પોતાના શો રૂમમાં પણ રાખતા નથી. એટલે જવેલર્સના શોરૂમમાં ન હોય તેટલું સોનુ સાગઠિયાની ઓફિસમાં હતું. હાલ આ મુદ્દામાલ કબ્જે કરાયો હતો. એસીબી સૂત્રોએ જણાવ્યું કે, રાજકોટ શહેર અને રાજકોટ ગ્રામ્ય, ઉપરાંત સુરેન્દ્રનગર એસીબી ટીમ તપાસમાં જોડાઈ હતી. 10 કલાકથી વધુ સમય સુધી સાગઠિયાની ઓફિસમાં તપાસ ચાલી હતી.

એસીબી સૂત્રોએ જણાવ્યું કે, રાજકોટ મહાનગરપાલીકાના ટાઉન પ્લાનીંગ ઓફીસર વર્ગ-1 મનસુખભાઈ ધનજીભાઈ સાગઠીયા વિરૂધ્ધ લાંચ રૂશ્વત વિરુધી બ્યુરો દ્વારા પ્રાથમિક તપાસ દરમ્યાન 10 કરોડથી વધુની અપ્રમાણસર મિકલતનો ગુન્હો રાજકોટ શહેર એ.સી.બી. પોલીસ મથકે ભ્ર.નિ.અધિ. 1988 (સુધારા-2018) ની કલમ 13(1)(બી), 13(2) મુજબનો ગુન્હો તા.19/06/2024 ના રોજ સરકાર તરફે દાખલ થયેલ હતો.

આ ગુન્હાની તપાસ દરમ્યાન આરોપીનો મધ્યસ્થ જેલ રાજકોટ મુકામેથી કબ્જો સંભાળી આરોપીને તા.1/07/2024 ના સાંજે 7.50 વાગ્યે અટક કરેલ આ ગુન્હામાં આરોપી મનસુખભાઇ સાગઠીયાને સાથે રાખી તેના ભાઇની માલીકીની અને આરોપીના કબ્જા ભોગવટાની રાજકોટ ખાતે 150 ફુટ રીંગ રોડ ઉપર આવેલ ટવીન સ્ટાર ટાવરના નોર્થ બ્લોકમાં ઓફીસ નં.901 ની ઓફીસના દરવાજા ઉપર ક્રાઇમ બ્રાન્ચ તથા એ.સી.બી. દ્વારા સીલ કરેલ હતી.

તે ઓફીસની ઝડતી કરવા આરોપીને સાથે રાખી રાજકોટ એકમના અધિકારીઓ તથા ક્રાઇમ બ્રાન્ચના અધિકારી સાથે પંચો રૂબરૂ ઝડતી તપાસ કરતા સોના, ચાંદીના દાગીના તથા રોકડ ચલણી નોટો મળી આવેલ. જેમાં ઓફીસમાંથી ઝડતી તપાસ દરમ્યાન સોના, ચાંદીના દાગીના તથા રોકડ રકમ રૂ.18 કરોડથી વધુની અપ્રમાણસર મિલ્કત મળી આવી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj