મજાક મજાકમાં કૌટુંબિક ભાઈએ પાઈપના ઘા ઝીંક્યા

Crime | Rajkot | 02 July, 2024 | 03:56 PM
કુવાડવા ગામમાં બનેલો બનાવ
સાંજ સમાચાર

રાજકોટ તા.2
કુવાડવા ગામમાં રહેતાં ચિરાગ ગોહેલ તેનાં કાકાના દિકરાની મસ્તી કરતા ઉશ્કેરાયો હતો. અને તેનો ખાર રાખી રાત્રિના બંને યુવકે ચિરાગ ગોહેલને માર મારતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગત મુજબ ફરિયાદી ચિરાગ દિનેશભાઈ ગોહેલ (ઉ.વ.23,  રહે.કુવાડવા ગામ ક્ધયા શાળાની પાછળ) એ અજય કિશોરભાઈ ગોહેલ અને જીતુ કાનજીભાઈ ગોહેલ સામે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદમાં જણાવ્યું કે ગત તા.29/06/2024 ના સાંજના સાડા આઠેક વાગ્યાની આસપાસ તેઓ કુવાડવા ગામના વાસમાં આવેલ કિશન પ્રોવીજન સ્ટોરે સીગ્રેટ પીતો હતો. ત્યારે તેમનાં કાકાનો દિકરો અજયભાઇ કિશોરભાઈ ગોહેલ (રહે-કુવાડવા ગામ) ત્યાં આવેલ. અને અમારા બન્નેને મસ્તી કરવાના વેવાર હોય અને અજય નંબરવાળા ચશ્મા પહેરતો હોય જેથી મે તેને કા બાડા કેમ છે.

તેવુ કહેતા અજય ઉશ્કેરાય ગયેલ અને મને જેમ ફાવે તેમ અપશબ્દો આપવાં લાગેલ. અને કહેવા લાગેલ કે તારા જેટલા હોય એટલા ને બોલાવે લેજે. આજે તો તને પતાવી દેવો છે. કહી ધમકી આપી ઝઘડો કર્યો હતો.

તેવામાં ત્યાં હાજર જીતાકાકાએ બન્નેને સમજાવી ઘરે મોકલી દિધેલ.બાદ રાત્રિના દસેક વાગ્યા આસપાસ હું અને મારી પત્ની  ચાલીને ક્રીષ્ના કાઠીયાવાડી હોટલે જમવા માટે જતા હતા.

ત્યારે અજયભાઇ કિશોરભાઈ ગોહેલ તથા જિતુભાઈ કાનજીભાઇ ગોહેલ બન્ને બાઈક લઈ આવેલ. અને નીચે ઉતરી મને અપશબ્દો આપવાં લાગેલ. બાદ અજયએ તેની પાસે રહેલ પાઈપનો ઘા મોઢા પર મારેલ. હૂ નીચે પડી જતાં પાઇપ પગમાં મારવા લાગેલ અને જિતુ કહેવા લાગ્યો કે આના ટાટીયા ભાગી નાખ તેવામાં મારી પત્નીએ રાડારાડી દેકારો કરતા બન્ને ત્યાંથી બાઈક લઈ નાશી ગયા હતા. બાદ 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj