ચેક રીટર્નના કેસમાં આરોપીને બે વર્ષની સજા અને ચેક મુજબનું વળતર ચુકવવા હુકમ

Crime | Rajkot | 02 July, 2024 | 04:03 PM
સાંજ સમાચાર

રાજકોટ તા.2
 અનિલભાઈ હમીરભાઈ સોલંકીએ આરોપી ચુડાસમા વિરમભાઈ માલદેભાઈ વિરૂધ્ધ કોર્ટમાં ત્રણ લાખ ચેક રીટર્નની ફરીયાદ દાખલ કરેલ હતી જે કેસ ચાલી જતા આરોપી દ્વારા સંપુર્ણ ટ્રાયલ ચલાવવામાં આવેલ હતી અને આરોપીને વોરંટના કામે ટ્રાયલ દરમ્યાન જેલમાં પણ મોકલવામાં આવેલ હતા અને આરોપીએ રકમ લીધેલ હોવા છતા પરત ન કરતા સંપૂર્ણ કેસ દરમ્યાન ફરીયાદીએ પુરાવાઓ રજુ કરી તેનો કેસ પુરવાર કરેલ હતો. તેમજ ફરીયાદીના એડવોકેટ દ્વારા લેખીત દલીલ રજુ કરવામાં આવેલ હતી.

તેમજ બેંક સાક્ષી તપાસમાં આવેલ હતા. સુપ્રીમ કોર્ટના જજમેન્ટો રજુ કરવામાં આવેલ હતા. જેથી કોર્ટે આરોપી ચુડાસમા વિરમભાઈ માલદેભાઈને ચેક રીટર્નના કેસમાં બે વર્ષની સજાનો હુકમ કરેલ હતો તેમજ રૂા.ત્રણ લાખ 6% વ્યાજ સહીત ફરીયાદીને ચુકવવા હુકમ કરેલ હતો અને જો તે રકમ ન ચુકવે તો 5 માસની વધુ સજા ભોગવવા હુકમ કરેલ હતો.

ફરીયાદી તરફે વિદ્વાન ધારાશાસ્ત્રી મકવાણા હિતેશ ધીરજલાલ, એફ.એસ. ખોરજીયા, ડી.ડી. બથવાર, એન.જી. છન્નુરા, ધુલકોટીયા જીતેન્દ્ર, તેમજ જુનીયર તરીકે કૃષ્ણા પારેખ રોકાયેલ હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj