રાજકોટ, તા.3
ધોરાજીના મોટીમારડ ગામમાં મહિલાની જાહેરમાં વિકૃત પિતા-પુત્રએ છેડતી કરી મારમારતાં ચકચાર મચી ગઈ હતી. બનાવ અંગે પાટણવાવ પોલીસે છેડતી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
પ્રાપ્ત વિગત મુજબ, ધોરાજીના મોટીમારડ ગામમાં રહેતી એક મહિલાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે પંકજ રમેશ પરમાર અને તેના પિતા રમેશ પંજા પરમાર (રહે. મોતીમારડ, ધોરાજી) નું નામ આપતાં પાટણવાવ પોલીસે છેડતી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં મહિલાએ જણાવ્યું હતું કે, તેઓ ગઈકાલે પોતાના ઘર પાસે રોડ પર ઊભાં હતાં ત્યારે ત્યાં પંકજ પરમાર ઘસી આવ્યો હતો અને તે થોડે દુર ઉભો રહી ખરાબ નજરથી ઈશારા કરતો હતો. જેથી તેને સામે કેમ જોઈ ખરાબ ઈશારા કરે છે તેમ કહેતાં તે ઉશ્કેરાયો હતો.
દરમિયાન આરોપીના પિતા રમેશ પરમાર પણ ત્યાં ઘસી આવ્યો હતો અને બંને પિતા-પુત્ર ઝઘડો કરી ઢીકાપાટુનો મારમારવા લાગ્યા હતાં અને છેડતી પણ કરી હતી. જે બાદ બંને શખ્સો બનાવ સ્થળેથી છૂટ્યા હતાં.
બાદમાં ભોગ બનનાર મહિલા પોલીસ મથકે પહોંચી હતી અને ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી પાટણવાવ પોલીસે ગુનો નોંધી વિકૃત પિતા-પુત્રને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy