સભ્ય સમાજ સામે કલંકિત ઘટના

10 વર્ષની બાળકીને નગ્ન અવસ્થામાં બથ ભરનાર 54 વર્ષના ઢગાનું હવસનું ભૂત ઉતારતી પોલીસ

Crime | Rajkot | 02 July, 2024 | 03:59 PM
માનસિક વિકૃત શખ્સે નગ્ન હાલતમાં ઘરમાં ઘૂસી બાળકીને અડપલાં કર્યા: બી. ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં નરાધમ જયદીપ જોબનપુત્રાને દબોચ્યો: લતાની મહિલાઓ સાથે પણ ચેનચાળા કરતો હોવાનું પણ સામે આવ્યું
સાંજ સમાચાર

રાજકોટ. તા.2
ઉપલાકાંઠા વિસ્તારમાં ગઈકાલે બપોરે એક સભ્ય સમાજ માટે લાંછનરૂપ ઘટના બની હતી. 10 વર્ષની બાળકી પોતાના ઘરે હતી ત્યારે પાડોશમાં રહેતો 54 વર્ષનો માનસિક વિકૃત શખ્સ નગ્ન હાલતમાં ઘરમાં ઘૂસી ગયો હતો અને બાળકીને બાથ ભરી લીધી હતી. ડધાઈ ગયેલી માસૂમે દેકારો કરતાં નરાધમ નાસી ગયો હતો અને બનાવ પોલીસ સુધી પહોંચતા અરોપીની ધરપકડ કરી તેની અગાવી ઢબે સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. 

પ્રાપ્ત વિગત મુજબ, આરટીઓ નજીક રહેતી 33 વર્ષીય મહિલાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે જયદીપ હર્ષદરાય જોબનપુત્રા (ઉ.વ.54) નું નામ આપતાં બી. ડિવિઝન પોલીસે છેડતી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી અરોપીની ધરપકડ કરી હતી.

વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, ગઈકાલે બપોરે તેણી ધંધાના કામે બહાર ગઈ હતી અને તેમની 10 વર્ષની પુત્રી તેના ઘરે નવેરામાં વાસણ ધોઈ રહી હતી અને મોટી પુત્રી ઘરના ઉપરના માળે હતી.

તેઓની નાની પુત્રી  ઘરના ફળિયામાં વાસણ ધોઇ રહી હતી ત્યારે એ વિસ્તારમાં રહેતો જયદીપ જોબનપુત્રા નગ્ન હાલતમાં ઘરમાં ઘૂસી ગયો હતો.  વાસણ ધોઇ રહેલી બાળકી કંઈ સમજે તે પહેલા આરોપીએ તેને બાથ ભરી લીધી હતી. દાદાની ઉમરના જયદીપ જોબનપુત્રાએ નિર્વસ્ત્ર હાલતમાં આલિંગન કરી લેતા બાળકી ગભરાઈ ગઈ હતી. અને તેણે બૂમાબૂમ કરતાં તેની મોટી બહેન અવાજ સાંભળતાં જ તે નીચે દોડી આવી હતી. 

સગીરા નાની બહેન પાસે પહોંચે તે પહેલા જ આરોપી જયદીપ જોબનપુત્રા દોડીને ભાગી ગયો હતો. જોકે સગીરાએ તેને ભાગતો જોયો હતો અને તે પળવારમાં સ્થિતિ પામી ગઈ હતી.

ઘટનાને પગલે વિસ્તારના લોકો પણ એકઠા થઈ ગયા હતા અને તમામ લોકો જયદીપ જોબનપુત્રાના ઘરે પહોંચ્યા હતા. જોકે ત્યાં સુધીમાં તે મકાનને તાળાં મારી ભાગી ગયો હતો. બાદમાં ફરિયાદી ઘરે પહોંચતા પોલીસ મથકે જઈ ગુનો નોંધાવ્યો હતો.

બનાવ અંગેની ફરીયાદ પરથી બી.ડિવિઝન પોલીસે ગુનો નોંધી પીએસઆઈ એ.બી.ચૌધરી સહિતની ટીમે જયદીપને ગણતરીની મિનિટોમાં ઝડપી લીધો હતો અને તેના પરથી હવસનું ભૂત ઉતાર્યું હતું. 54 વર્ષનો જયદીપ અપરિણીત છે અને એકલો રહે છે.

ઉલ્લેખનીય છે કે, આરોપી અગાઉ જ્યાં રહે છે ત્યાં મહિલાઓ સાથે પણ અગાઉ બિભત્સ હરકતો અને છેડતી કરતો હોવાનું સામે આવ્યું હતું. પરંતુ તેમના વિરુદ્ધ કોઈએ પોલીસ ફરીયાદ કરી ન હતી. દરમિયાન આ બનાવ સામે આવતાં સ્થાનિક વાસીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj