જામકંડોરણામાં જમીન વિવાદમાં એડવોકેટને મારી નાખવાની ધમકી

Crime | Rajkot | 03 July, 2024 | 10:32 AM
એડવોકેટ કાંતિ બાલધાએ ફરિયાદ નોંધાવી, પોલીસે આરોપી કાનજી કરમટા અને વીરા કરમટાની ધરપકડ કરવા તજવીજ કરી
સાંજ સમાચાર

રાજકોટ, તા.3
જામકંડોરણામાં જમીન વિવાદમાં એડવોકેટને મારી નાખવાની ધમકી અપાઈ છે. એડવોકેટ કાંતિ બાલધાએ ફરિયાદ નોંધાવી છે, જેથી જામકંડોરણા પોલીસે આરોપી કાનજી કરમટા અને વીરા કરમટાની ધરપકડ કરવા તજવીજ કરી હતી.

એડવોકેટ કાંતિભાઈ ભગવાનજીભાઈ બાલધા (ઉ.વ.62, રહે. જામકંડોરણા, લાદી રોડ, ડંકી ચોક)એ ફરીયાદએ જણાવ્યું હતું કે, ગઈ તા. 19/6/2024 ના રોજ સવારના આઠેક વાગ્યાના અરસામાં હું તથા મારા જે.સી.બી.ના માલીક નીખીલભાઈ કોયાણી તથા જે.સી.બી.ના ડ્રાઈવર તથા ત્રણ ટ્રેકટરના ડ્રાયવર એમ બધા કુવો ગાળવા માટે આવેલ હતા.

ત્યારે સવારના કાનજી ધના કરમટા (રહે. જામકંડોરણા, ઇન્દિરાનગર) મોટર સાયકલમાં લોખંડના પાઇપ સાથે આવેલ અને પોતાના મોબાઇલમાં વીડિયો શુંટીંગ કરી અને મારી માલિકીની જગ્યામાં અપશબ્દો બોલી, જેસીબી અને ટ્રેકટરના ડ્રાયવરોને કાઢી મુકેલ. કામ બંધ કરાવી જતો રહેલ. ત્યાર બાદ તા.20/6/2024 ના રોજ સવારના નવેક વાગ્યાના અરસામાં કાનજી ધના કરમટા મોટર સાયકલ લઇને આવેલ.

ત્યારે જગુભા પીપરડીવાળાનું જી.સી.બી. જેસીબી અને ટ્રેકટરના ડ્રાઇવરોને મારી માલિકીની જગ્યામાં કુવા ગાળવાની ના પાડી ટ્રેકટર લઈને જતા રહો તેમ કહી વીડિયો શુંટીંગ ઉતારી દશેક મીનીટ પછી જતો રહેલ હતો. તે દિવસે સવારના દશેક વાગ્યા વખતે વિરા ધના કરમટા તેમનું મોટર સાયકલ કડીયાળી લાકડી સાથે મારી માલીકીની જગ્યામાં કુવા ગાળવાનું કામ ચાલતું હતું ત્યારે જે.સી.બી.ના ડ્રાઇવર ભુમીસિંહ પાસે આવી તેમનું જે.સી.બી. અને ત્રણ ટ્રેકટરના ડ્રાયવરોને કુવા ગાળવાની ના પાડતા આ ભુમીસિંહે મને ફોન કરેલ.

હું મારી વાડીએ પહોંચતા આ વીરા ધના કરમટા મોબાઈલમાં વીડિયો શુટીંગ કરતો હતો. તેણે મને કહેલ કે, આ જગ્યા મારા બાપની છે ખાલી કરીને જતો રહે. મને ફાવે તેમ અપશબ્દો કહીં. મારી નાખવાની ધમકી આપી અને કહેલ કે, હવે પછી આ કુવો ગાળવા આવીશ તો તને અને તારા પરિવારના માણસોને મારી નાખીશ. મે તેને વાત કરેલ કે, આ જમીન અમોને મામલતદાર, જામકંડોરણાએ સને-2017 માં બે-બે ગુઠા જમીન કુવા ધોરીયાના હેતુ માટે આપવામાં આવેલ છે.

જેમાં મને મારા ભાઈ જયસુખભાઈ ભગવાનજીભાઇ બાલધા, ગીરધરભાઈ ભગવાનજીભાઈ બાલધા તથા મારા ભાભી પ્રભાબેન ગીરધરભાઈ બાલધા, મારા પિતા ભગાવનજીભાઇ દેવરાજભાઇ ભાલધા તથા મારા કૌટુંબીક ભાઈ ધનજીભાઈ સવજીભાઈ બાધેલા તથા રસીલાબેન સવજીભાઈ બાલધા તથા મનસુખભાઇ બચુભાઇ બાલધા એમ બધાને સર્વે નંબર-355 પૈકીમાં કુવા, ધોરીયાના હેતુ માટે જમીનની ફાળવણી કરેલ છે. આ કામના આરોપીઓ તથા તેની માતા ચકુબેન સને-2018 માં અમારી જમીનનોમાં ગેરકાયદેસ2 પ્રવેશ કરી અમોએ બનાવેલા પાણીના બોરોમાં પથ્થર નાખી પુરી દીધેલ. જેની ફરીયાદ જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં થઈ હતી.

વધુમાં કાંતિભાઈએ જણાવ્યું કે, આરોપીઓએ અમારી જમીનનું પુર્વે બાજુ નદીના કાંઠાવાળી સાત-આઠ વીધા જમીનમાં કબજો કરેલ છે. આ બંને ભાઈઓ અવાર નવાર અમોને મળેલ જમીનમાં દાદાગીરી કરી કુવાને બોરમાં નુકસાનો કરી બળજબરીથી કબજો પચાવી પાડવા તેમાંથી અમોને હાંકી કાઢવા ઝધડાઓ કરે છે. પોલીસે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj