શાપરમાં પત્નીની સામે જોવા બાબતે પિતા પુત્રોનો યુવક પર હુમલો,વચ્ચે પડેલ ભત્રીજાને પણ મારમાર્યો

Crime | Rajkot | 02 July, 2024 | 03:51 PM
સામાપક્ષે પત્નીની છેડતી કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની કાકા-ભત્રીજા સામે ફરિયાદ નોંધાવી: શાપર પોલીસે તપાસ હાથ ધરી
સાંજ સમાચાર

રાજકોટ.તા.02
શાપરમાં પત્નીની સામે જોવા બાબતે પિતા-પુત્રોએ કાકા અને બે ભત્રીજા ઉપર હુમલો કરતા ત્રણેયને ઇજા થઇ હતી. જે અંગે યુવકે પિતા-પુત્રો સામે શાપર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી,જયારે સામા પક્ષે પણ પત્નીને ફોન કરી હેરાનગતિ કરી છેડતી કરતા આ બાબતે સમજાવવા જતા પિતા-પુત્રોને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની વળતી ફરિયાદ નોંધાવતા પોલીસે છ શખ્સો સામે ગુનો નોંધ્યો છે.  

બનાવ અંગે શાપર વેરાવળમાં સર્વોદય સોસાયટીમાં રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા કલ્પરાજસિંહ મનહરસિંહ જાડેજા (ઉ.વ.23)ના યુવકે શાપર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં ગોવિંદનગરમાં રહેતા ડાયા મેણંદભાઈ મકવાણા, તેનો પુત્રો કપિલ અને જયેશના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈકાલે ગોવિંદનગરમાં આવેલા કાકાના મંડપ સર્વિસના ગોડાઉનએ હું મારા કાકા વિરમદેવસિંહ અને ભાઈ શક્તિસિંહ બેઠા હતા.

ત્યારે મારા કાકા વાત કરતા હતા કે, અહીં શેરીમાં રહેતા ડાયાભાઈ સાથે થોડા સમયથી માથાકૂટ ચાલે છે. અને ડાયાભાઇના દીકરાએ કાલે રાત્રે મને ફોન કરી કહ્યું હતું કે, તું મારી પત્નીને શું કામ ફોન કરે છે, આથી મેં ફોન કાપી નાખ્યો હતો. બાદમાં રાત્રીના ડાયાભાઇ અને તેના બે પુત્રો લોંખડના પાઇપ લઈને આવ્યા હતા અને મારા કાકાને કહેવા લાગ્યા હતા કે, તને ફોન કરવાની ના પાડી છે છતાં કેમ તું મારી ઘરવાડીના ફોનમાં ફોન કરે છે.

ઉશ્કેરાઈ અપશબ્દો બોલવા લાગતા તેને શાંતિથી વાત કરવાનું કહેત વધુ ઉશ્કેરાઈ ત્રણેય જણા લોંખડના પાઇપ અને સળિયા વડે હુમલો કરતા માથા અને હાથના ભાગે ઇજા થતા અમે દેકારો કરવા લાગતા ઢીકાપાટુનો મારમારી હવે પછીથી જો મારી પત્નીને ફોન કરીશ તો જાનથી જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી જતા રહ્યા હતા. બાદમાં ઇકો કારમાં રાજકોટ સિવિલમાં સારવાર લીધી હતી જેમાં મને માથામાં ટાંકા આવ્યા હતા. 

જયારે સામાપક્ષે યુવકએ પોતાની પત્નીને વિરમદેવસિંહ ફોન કરી હેરાન કરી છેડતી કરતા હોવાનું સમજાવવા જતા વિરમદેવસિંહ તેના ભત્રીજા કલ્પરાજસિંહઅને શક્તિસિંહએ ઝગડો કરી જ્ઞાતિપ્રત્યે હડધુત કરી મારમાર્યો હોવાની વળતી ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેની ફરિયાદ પરથી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj