જમીન બાબતે થયેલ ઝઘડાની અદાવતમાં ખેડૂત પર પિતા-પુત્રોનો હુમલો: કારમાં તોડફોડ

Crime | Rajkot | 02 July, 2024 | 11:53 AM
♦ જસદણના ભડલી-મોઢુકા રોડ પર જઈ રહેલા નરેશભાઈ ખાચરની કાર આંતરી અશોક ધાંધલ અને તેના બે પુત્રોએ મારામારી કરી જમીનમાં પગ મુકીશ તો તને જીવતો નહી રહેવા દઇએ તેવી ધમકી આપી
સાંજ સમાચાર

♦ જસદણ પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા

રાજકોટ. તા.2
જસદણના ભડલી-મોઢુકા રોડ પર જઈ રહેલા નરેશભાઈ ખાચરની કાર આંતરી ખેડૂત અશોક ધાંધલ અને તેના બે પુત્રોએ મારામારી કરી કારમાં તોડફોડ કરી હતી. જે બાદ જમીનમાં પગ મુકીશ તો તને જીવતો નહી રહેવા દઇએ તેવી ધમકી આપતાં જસદણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.

બનાવ અંગે બાબરાના ખંભાળા ગામમાં રહેતાં નરેશભાઇ અમરાભાઈ ખાચર (ઉ.વ.50) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અશોક ઉનડ ધાંધલ, ઉદય અશોક ધાંધલ, જયરાજ અશોક ધાંધલ (રહે. લાતી પ્લોટ, જસદણ) નું નામ આપતાં જસદણ પોલીસે બીએનએસ 115(2), 324(4), 351(3), 352 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ખેતીકામ કરે છે. તેઓ બાબરાના ખંભાળા ગામની સીમમાં આવેલ ખેતીની જમીનની બાજુમાં જસદણના  અશોકભાઈ ધાધલની ખેતીની જમીન આવેલ હોય,  જમીન બાબતે અગાઉ ઝઘડા થયેલ હતો. દરમિયાન તેઓ ગઈકાલે સવારના સમયે મોટા ભાઈ ભુપતભાઇ તેમજ કૌટુંબિક ભાઈઓ સાથે કાર નં. જીજે-14-બીડી-6244 લઈને સાયલાના સેજકપર ગામે તેમના દીકરા રાજદીપની સગાઇનું નક્કી કરવા માટે જવા નિકળેલ હતા. ભડલીથી મોઢુકા તરફ રોડ ઉપર જતા હતાં ત્યારે સોમલપર ગામની સીમમાં વનાળાના કાચા રસ્તે રોડ પહોંચતા અચાનક એક સફેદ બોલેરો ગાડી આગળ આવી ઉભી રહી ગઈ હતી.

બોલેરોમાંથી ઉદય ધાધલ તેના પિતા અશોક ધાધલ તથા તેનો ભાઇ જયરાજ ધાધલ લાકડાના ધોકા લઈ નીચે ઉતરેલ અને અશોકે તેઓની કારમાં લાકડાના ધોકા વડે ગાડીના આગળના કાચમાં ઘા મારેલ અને તેના બંને દીકરા ઉદય તથા જયરાજે ધોકા વડે ડ્રાઇવરની સાઇડના કાચ અને પાછળના કાચમાં ઘા મારી કાચ ફોડી નાખેલ હતાં.

બાદમાં તેઓ ગાડીમાંથી નીચે ઉતરતા ત્રણેય શખ્સોએ ગાળો આપી ઢીકાપાટુ મારવા લાગેલ અને કહેલ કે, ખંભાળાની તારી જમીનમાં પગ મુકીશ તો તને જીવતો નહી રહેવા દઇએ તેમ ધમકી આપી નાસી છૂટ્યા હતાં. બાદમાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી જસદણ પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj