રાજકોટ, તા.2
ગોંડલ ધારાસભ્યના પુત્ર જ્યોતિરાદીટીસિંહ ઉર્ફે ગણેશ ગોંડલ સહિત અન્ય 5 આરોપીઓ સામે જુનાગઢ એ ડિવિઝન પોલીસ મથકે આઇ.પી.સી.ની કલમ 143, 147, 148, 149, 307, 365, 323, 504, 506(2) અને આર્મ્સ એકટની કલમ 25(1-બ)(ફ) તેમજ એટ્રોસિટી એકટની કલમ 3(2)(5) મુજબ ફરિયાદ નોંધાઈ હતી.
જે સંદર્ભે જ્યોતિરાદીત્યસિંહ સહિત 5 લોકોએ જૂનાગઢની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મૂકી હતી. જેને કોર્ટે ફગાવી દેતાં હવે જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ જાડેજા હાઈકોર્ટ પહોંચ્યો છે. જેની અરજી ઉપર આજે સુનાવણી હાથ ધરવામાં આવી છે. તેમના વતી હાઈ કોર્ટ એડવોકેટ પ્રશાંત ખંઢેરિયા જામીન અરજી પર દલીલો કરશે.
અપહરણ, મારામારી, હત્યાની કોશિશ, એટ્રોસિટી સહિતના ગુનામાં ઝડપાયેલા ગણેશ જાડેજા ઉપરાંત જયપાલસિંહ જાડેજા, ઈન્દ્રજિતસિંહ, દિગપાલસિંહ, પૃથ્વીરાજસિંહ દ્વારા જામીન પર મુક્ત થવા માટે જૂનાગઢ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. એના પર બંને પક્ષોની દલીલો બાદ કોર્ટ દ્વારા જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy