વડોદરા, તા.19
અમદાવાદમાં ઇસ્કોન બ્રીજ અકસ્માત જેવી ઘટના વડોદરાના દાંડીયા બજાર બ્રીજમાં બની હતી જેમાં એક નબીરાએ બેફામ ડ્રાઇવીંગ કરીને બ્રીજની સાઇડમાં બેઠેલા ત્રણ લોકોને હડફેટે લેતા એકનું મોત થયું હતું જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત થયા છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે દાંડીયા બજાર બ્રીજમાં રાત્રીના એક યુવક અને બે યુવતીઓ ખુલ્લામાં બેઠા હતા ત્યાં અચાનક જ ઓવર સ્પીડમાં આવતી એક કારે તેમને હડફેટમાં લીધા હતા.
જેમાં પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં 24 વર્ષના આકાશ રાકેશભાઇ ચોબલેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે બે યુવતિઓ આસ્થા પરીખ અને પ્રીતિ શર્માને ઇજાગ્રસ્ત હાલતમાં ખસેડાઇ છે. કાર ચાલકની તૂર્ત જ અટકાયત કરવામાં આવી હતી અને તે નશામાં હોવાનું માનવામાં આવે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy