રાજકોટ, તા.13
ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં ભાજપે જાહેર કરેલા અનેક બેઠકોના ઉમેદવાર સામે સર્જાયેલા આંતરીક અસંતોષ અને રાજકોટ બેઠકમાં પરસોતમ રુપાલાના વિધાનોથી જે વિવાદ સર્જાયો છે તે હજુ પુરો થવાનું નામ લેતું નથી તે સમયે જ વડોદરામાં ભાજપે ઉમેદવાર બદલ્યા પછી પણ રુપાલાના નિવેદનના મુદ્દે હવે પક્ષના ગઢ ગણાતા માંજનપુરમાં જ ભાજપ વિરોધી પોસ્ટર લાગ્યા છે.
અહીં ભાજપના ઉમેદવારે પ્રચાર કરવા આવવું નહીં કે કોઇ કાર્યકર કે આગેવાનોએ માંજલપુરમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનર લાગતા ભાજપ અગ્રણીઓ દોડતા થઇ ગયા હતા.
રસપ્રદ બાબત એ છે કે, માંજલપુર ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલ છે અને હાલમાં જ એક રેલી દરમ્યાન તેણે પક્ષના ઉમેદવાર ડો. હેમાંગ જોષીના હાથે ભાજપનો ખેસ પહેરવાનો ઇન્કાર કર્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy