રાજયમાં જમીન માપણી સહિતના કેસોમાં ડિસ્ટ્રીક્ટ ઇન્સ્પેકટર લેન્ડ રેકોર્ડ(DILR) અધિકારીઓની લાલિયાવાળી અને ફરજ પ્રત્યેની ઉદાસીનતાને લઈ ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ બની હતી.
જસ્ટિસ નિર્ઝર એસ. દેસાઈએ જમીન માપણી અધિકારીઓનો ઉધડો લેતાં માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, જમીન માપણી સહિતની અરજીઓ પર DILR દ્વારા સમયસર કોઇ કામગીરી જ થતી નથી કે પગલાં પણ લેવાતાં નથી, એટલે સુધી કે ખેડૂતો કે અરજદારોને જવાબ સુધ્ધાં અપાતો નથી.
જેના કારણે અરજદારોને હાઇકોર્ટ સુધી લીટીગેશન્સ કરવાની ફરજ પડે છે અને તેના કારણે હાઇકોર્ટ પર બિનજરૂરી રીતે કોર્ટ કેસોનું ભારણ વધે છે. બબ્બે વર્ષ સુધી જમીન માપણીની અરજી પર કોઈ જ કાર્યવાહી નહી થતાં જસ્ટિસ નિર્ઝર એસ.દેસાઈએ ગાંધીગર DILRને 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
હાઇકોર્ટે DILR કચેરીના આવા કસૂરવાર અધિકારીઓ વિરૂધ્ધ યોગ્ય પગલાં લેવા અર્થે હુકમની નકલ રેવન્યુ સેક્રેટરીને મોકલી આપવા પણ હુકમ કર્યો હતો
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy