Astrology

Weekly

કન્યા

કન્યા રાશિના જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં લાભ સ્થાનનો સ્વામી ચંદ્ર આપની રાશિ પરથી પસાર થઇ રહ્યો છે. નવા વિચારોતથાયોજનાઓ અમલમાં મૂકી શકાય. પરંતુ અહી અહી ચંદ્ર કેતુ કોમ્બિનેશન ગ્રહણ યોગની અસર ઉત્પન્ન કરે છે. કોઈ એક કાર્ય પર વધુ પડતું ચિંતન કરીને મનોભાર ઉત્પન્ન કરવો નહીં. તુલા રાશિ પરથી પસાર થનારો ચંદ્ર બુધ સાથે પ્રતિયોગમાં આવતા વકૃત્વ ક્ષમતામાં વધારો થઈ શકે. વાણીના યોગ્ય ઉપયોગ દ્વારા કાર્ય પાર પાડી શકો. કર્મક્ષેત્રે પ્રગતિ પામવા માટે પરિશ્રમમાં વધારો કરી શકો. પ્રારબ્ધની મદદ મળતી જણાય. સપ્તાહના મધ્યભાગમાં ચંદ્રનું પરિભ્રમણ શનિની દ્રષ્ટિમાં રહીને થશે. અહીં વિષયોગની અસર કોઈપણ ડોક્યુમેન્ટમાં સહી કરતા પૂર્વે સાવધાની રાખવાનું સૂચવે છે. મુસાફરી યાત્રામાં પૂરતી સાવચેતી રાખવી. સપ્તાહના અંત ભાગમાં ચોથા સ્થાનનો ચંદ્ર મિલકતના કાર્યો પૂર્ણ બનાવીશકે.

Latest News
Gujarat News
Saurashtra News
Loading...
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj