મન પ૨નો ભા૨ હળવો થવાનો, આત્મવિશ્વાસ વધે, નવી મિત્રતા લાભદાયક ૨હેશે, ગુસ્સાને કાબુમાં ૨ાખજો.
તુલા રાશિ જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં ધનેશ મંગળ તારીખ 23 એપ્રિલથી રાશિ પરિવર્તન પામીને છઠ્ઠા સ્થાનમાં પ્રવેશ.શે ભાગીદાર કે અન્ય વ્યક્તિ સાથે ફક્ત ભરોસા પર આર્થિક વ્યવહારો કરવાથી બચવું. પૂરતી ચોખવટ તથા લખાણનો આગ્રહ રાખવો. વધુ વળતરની લાલચમાં જોખમોને ઇગ્નોર કરવા નહીં. તારીખ 24 એપ્રિલથીઆપનો રાશિપતિ શુક્ર સાતમા સ્થાનમાં પ્રવેશીને પોતાના સ્થાન પર દ્રષ્ટિ કરશે. વ્યક્તિત્વમાં આકર્ષકપણું લાવી શકો. આપના પ્રભાવ દ્વારા સંગઠન-એસોસિએશન સભા કે મંચમાં અગ્રસ્થાન પ્રાપ્ત કરી શકાય. કર્મસ્થાનનો અધિપતિ ચંદ્ર સપ્તાહની શરૂઆતમાં વ્યય સ્થાનમાં ગ્રહણયોગ રચી રહ્યો છે. કોર્ટ કેસ, ઝઘડા, વિવાદોમાં થોડું સમાધાનકારી વલણ અપનાવું હિતાવહ રહે. આપની રાશિ પરથી પસાર થનારો ચંદ્ર માનસિક ચંચળતા આપી શકે છે. સપ્તાહના મધ્ય ભાગ બાદ બીજા સ્થાનમાં પરિભ્રમણ કરતો નીચનો ચંદ્ર ભોજનમાં ઠંડા પદાર્થોના અતિરેક થી બચવાનું સૂચન કરે છે. સપ્તાહના અંત ભાગમાં ત્રીજા સ્થાનમાં ચંદ્ર ભાઈ ભાંડુથી ઉત્તમ સહકાર અપાવી શકે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy