ધન રાશિ જાતકો માટે નવા સપ્તાહની શરૂઆતમાં આઠમા સ્થાનનો સ્વામી ચંદ્રસ્વગૃહી બળવાન બનીનેપસાર થઇ રહ્યો છે. અહી ચંદ્ર વિલ-વારસા તથા હક્ક-હિસ્સાના પ્રશ્નો અંગે શુભ ફળ આપી શકે છે.આકસ્મિક દુર્ઘટનાઓથી બચાવ સંભવે. ભાગ્ય સ્થાનનો સ્વામી સૂર્ય આ સપ્તાહ દરમિયાન રાશિ પરિવર્તન પામીને તારીખ 14 મે થીછઠ્ઠા સ્થાનમાં પ્રવેશશે.ઓવર કોન્ફિડન્સમાં વ્યવસાયના નિર્ણયો લેવા નહીં. વ્યવસાયમાં નવી ભાગીદારીનો વિકાસ કરતાં પહેલા અથવા તો ચાલુ ભાગીદારીમાં પરિવર્તન કરતાં પહેલા જન્મના ગ્રહો પરથી માર્ગદર્શન મેળવી આગળ વધવું. સપ્તાહના મધ્યભાગમાં ચંદ્રનું પરિભ્રમણ નવમા સ્થાન પરથી થશે. સર્વિસ કરતા જાતકોને ઉપરી અધિકારીઓ દ્વારા કાર્યની નોંધ લેવાતા આત્મવિશ્વાસમાં વધારો અનુભવાય. સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનું પરિભ્રમણ દશમા સ્થાન પરથી થશે. પિતા દ્વારા યોગ્ય સાથ સહકાર પ્રાપ્ત કરી શકો.અહી ચંદ્ર કેતુ સાથે રહીનેદશમે ગ્રહણ યોગ રચશે. જાહેર જીવનમાં વાણી, વર્તન, વ્યવહારમાં ધ્યાન રાખવું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy