Astrology

Daily

કુંભ

આર્થિક બાબતોમાં અનુકુળતા  જોવા મળે, વાંચન પ્રત્યે રૂચી વધવાની, આત્મવિશ્વાસ વધવાનો પ્રવાસનું આયોજન થાય.

Weekly

કુંભ

કુંભ રાશિ જાતકો માટે નવા સપ્તાહની શરૂઆતમાં કર્મસ્થાનનો અધિપતિ મંગળતારીખ 23 એપ્રિલથી રાશિ પરિવર્તન પામીને બીજા સ્થાનમાં પ્રવેશી રહ્યો છે. અહીં કર્મક્ષેત્ર દ્વારા આર્થિક પ્રગતિ પ્રાપ્ત કરી શકાય. અટકાયેલા નાણા, ઉઘરાણી છૂટા પડતા લિક્વિડિટીનું પ્રમાણ જાળવી શકો. ચતુર્થેશ ભાગ્યેશયોગકારક શુક્ર આ સપ્તાહ દરમિયાન તારીખ 24 એપ્રિલથીરાશિ પરિવર્તન પામીને ત્રીજા સ્થાનમાં પ્રવેશશે. વ્યવસાયના વિકાસ માટે નવા વ્યક્તિઓનો સાથ મળતો જણાય. દૂરના સ્થળે ફ્રેન્ચાઇઝી કે ઓથોરાઈઝ સેન્ટરનું નિર્માણ કરી શકો.સપ્તાહની શરૂઆતમાં આઠમા સ્થાનમાં પરિભ્રમણ કરતો ચંદ્ર ગ્રહણ યોગની રચના કરશે. વાહનના ડ્રાઇવિંગ તેમજ ખાન-પાનમાં ધ્યાન રાખીને શારીરિક સ્વાસ્થ્ય જાળવી શકાય. નવમા સ્થાનમાં પરિભ્રમણ કરતો ચંદ્ર આધ્યાત્મિક અનુભવ અપાવી શકે. સપ્તાહના મધ્યભાગ બાદ કર્મસ્થાનમાં પરિભ્રમણ કરતો નીચનો ચંદ્ર કોઈપણ નવા વ્યક્તિ, ભાગીદાર સાથે જોડાતા પહેલા તમામ મુદ્દાઓનો વિચાર કરી જવાનું સૂચવે છે. સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનું પરિભ્રમણ આગિયારમા સ્થાન પરથી થશે. મિત્રો દ્વારા સહકાર પ્રાપ્ત કરી શકો.

Latest News
Gujarat News
Saurashtra News
Loading...
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj