તમા૨ે નકા૨ાત્મક વિચા૨ોથી દુ૨ ૨હેવાની સલાહ છે, કોમ્પ્યુટ૨ લાઈન, ઈલેકટ્રોનિક લાઈનમાં વિશેષ લાભ ૨હેવાનો.
નવા સપ્તાહની શરૂઆતમાં આપની ચંદ્ર રાશિ કુંડળીમાં ચતુર્થ સ્થાનનો સ્વામી ચંદ્ર ક્ધયા રાશિમાં રહેલા કેતુ સાથે રહીને ગ્રહણ યોગ રચશે. જે માનસિક સ્વાસ્થ્યની જાળવણી માટે પ્રયત્નશીલ રહેવાનું સૂચવે છે. પરોપકાર, ધાર્મિક તથા આધ્યાત્મિક ક્ષેત્રે રસ-રુચિમાં વધારો થાય. ફિલોસોફિકલ તથા તત્વજ્ઞાનની બાબતો અંગે મન આકર્ષણ અનુભવી શકે. હરિફાઈમાં પરિપક્વતા પૂર્વક પરફોર્મ કરી શકો. તુલા રાશિના ચંદ્ર ભ્રમણ દરમિયાન સૌમ્ય સ્વભાવમાં સૌમ્યતા દ્વારા લોકપ્રિયતામાં વધારો અપાવશે. વિજાતિય પાત્ર દ્વારા સહકાર પ્રાપ્ત થઈ શકે. જાહેર જીવનમાં ગૌરવપ્રદ સનમનની પ્રાપ્તિ થઈ શકે. સપ્તાહના અંત ભાગમાં ચોથા સ્થાનનો સ્વામી આઠમાં સ્થાનમાં નીચનો બનીને પરિભ્રમણ કરશે. પાલતુ જનાવરથી સાવચેતી રાખવી. વાહનમાં ઝડપ નિવારવી. ચંદ્ર ગુરુ સાથે પ્રતિયુતિમાં આવશે. આકસ્મિક બનાવથી રક્ષણ સંભવી શકે. વિલ વારસાના પ્રશ્નોનો ઉકેલ મેળવવાના પ્રયત્નો સફળ બનતા જણાય. મોટા ભાઈ ભાંડુથી યોગ્ય સહકાર પામી શકો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy