સિરામિક ઉદ્યોગના નેચરલ ગેસના ભાવમાં ફરી વધારો: નવો બોજ પડ્યો

Saurashtra | Morbi | 04 July, 2024 | 11:33 AM
હવેનો ભાવ રૂા.42.61 ના બદલે હવે રૂા.44.68: મોરબીના ઉદ્યોગકારોને ફટકો
સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ)  મોરબી, તા.4
મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં ગુજરાત ગેસ કંપની દ્વારા વધારો કરવામાં આવ્યો છે અને ગઇકાલ સુધી જે ગેસ ઉદ્યોગકારોને 42.61 ના ભાવથી મળતો હતો તે ગેસ આજથી 44.68 ના ભાવથી મળશે જેથી ગેસના ભાવમાં વધારો થતા સિરામિક ઉદ્યોગકારો માટે હાલમાં પડ્યા ઉપર પાટુ જેવો ઘાટ સર્જાયો છે.

મોરબીની આસપાસના વિસ્તારમાં લગભગ 800 થી વધુ સિરામિકના નાના-મોટા કારખાના આવેલા છે તેમાં લાખો લોકોને રોજગારી મળી રહે છે આટલું નહીં પરંતુ સરકારને પણ કરોડો રૂપિયાનો ટેક્સ મોરબીના સિરામિક ઉદ્યોગમાંથી મળે છે.

જેથી આ ઉદ્યોગને વધુમાં વધુ ફાયદો થાય તે પ્રકારની વ્યવસ્થા જો સરકાર દ્વારા ગોઠવવામાં આવે તો ઉદ્યોગકારોને ફાયદો થાય અને રોજગારીમાં પણ વધારો થાય તેવી શક્યતાઓ છે પરંતુ વારંવાર ગેસના ભાવમાં વધારો કરવામાં આવે છે જેથી કરીને ઉદ્યોગકારોની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે.

મોરબી સીરામીક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસનો વપરાશ અગાઉ દૈનિક લાખો ક્યુબીક મીટર હતો જો કે, છેલ્લા ઘણા સમયથી હવે અહીના ઉદ્યોગકારો દ્વારા ગુજરાત ગેસ અને પ્રોપેન ગેસનો ઉપયોગ કરવામાં આવે છે જેથી ગુજરાત ગેસની ડિમાન્ડ હાલમાં પહેલા જેવી રહી નથી અને નેચરલ ગેસ આપતી ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસના ભાવમાં વધારો કરાયો છે.

તા 4/7/24 થી જ આ ભાવ વધારો લાગુ કરવામાં આવેલ છે જેથી તા.3 સુધી જે ગેસ 42.61 ના ભાવથી મળતો હતો તે ગેસ તા 4 થી 44.68 ના ભાવથી મળશે તેવી માહિતી સિરામિક ઉદ્યોગકારો પાસેથી જાણવા મળેલ છે. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj