જામનગર તા.4
જિલ્લા કલેકટર કચેરી ખાતે પી.સી. પી.એન.ડી.ટી. એક્ટ- 1994 ની સલાહકાર સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી (ઈનચાર્જ) વિકલ્પ ભારદ્વાજની માર્ગદર્શક ઉપસ્થિતિમાં અને શ્રી તૃપ્તિ રાઠોડના અધ્યક્ષસ્થાને આયોજિત બેઠકમાં નવા રજીસ્ટ્રેશન માટેની એક અરજી તથા રીન્યુઅલ રજીસ્ટ્રેશન માટેની બે અરજી મંજુર કરવામાં આવેલી હતી.
આ ઉપરાંત કલીનીક ઈન્સ્પેકશનનો રિવ્યુ કરવામાં આવ્યો હતો. આ સાથે તાલુકા હેલ્થ ઓફિસરશ્રીઓ, મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને ઈન્સ્પેકશન કામગીરી વધુ સુદ્રઢ બનાવવા માટે સુચના આપવામાં આવી હતી. જામનગર જિલ્લામાં કોઈ પણ જગ્યાએ પીસી એન્ડ પીએનડીટી એક્ટનો ભંગ થતો હોવાનું ધ્યાને આવે તો તુરંત જ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવા માટે જણાવવામાં આવ્યું હતું.
સોશિયલ મિડિયાના વિવિધ પ્લેટફોર્મ્સ પર પી.સી. પી.એન.ડી.ટી. એક્ટ વિષે જન જાગૃતિ લક્ષી પોસ્ટનો પ્રચાર- પ્રસાર વધે તે માટે સુચના અપાઈ હતી. સમીક્ષા બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર શ્રી બી.એન.ખેર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.એન.એમ.પ્રસાદ, ઈ.એમ.ઓ.શ્રી ડો.એસ.આર.રાઠોડ, ડી.પી.સી. શ્રી યગ્નેશ ખારેચા, તમામ તાલુકા હેલ્થ ઓફિસરશ્રીઓ, સલાહકાર સમિતિના સભ્યો ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલમાંથી ગાયનેક વિભાગ માંથી શ્રી ડો.તુપ્તી નાયક, ચાઈલ્ડ કેર વિભાગમાંથી શ્રી ડો. નમ્રતા મકવાણા, રેડિયોલોજી વિભાગ માંથી શ્રી ડો.એમ.ટી.માકડા અને અન્ય સભ્યો હાજર રહયા હતા. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.એન.એમ.પ્રસાદ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy