ઈટાનગર: લોકસભા ચૂંટણી સાથે હિમાચલ વિધાનસભાની યોજાઈ રહેલી ચુંટણીમાં ભાજપ માટે સારા સમાચાર છે. રાજયની 60 ધારાસભા બેઠકો માટે ઉમેદવારીની અંતિમ તારીખ ગઈકાલે હતી તે સમયે મુખ્યમંત્રી પેમા ખોડું સહિતની પાંચ બેઠકો પર ભાજપ સિવાય કોઈએ ઉમેદવારી નહી કરતા આ તમામ બેઠકો પર બિનહરીફ ચુંટાઈ આવશે.
આ અંગે ચુંટણી અધિકારીએ કહ્યું કે, હવે તા.30 માર્ચ સુધી ઉમેદવારી પાછી ખેંચાઈ શકે છે અને આ તમામ પાંચ બેઠકો પરના ઉમેદવારી ફોર્મ માન્ય ઠરે તો તેમને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવશે.
રાજયની 60 બેઠકો પર કુલ 197 ઉમેદવાર મેદાનમાં છે પણ આ પાંચ બેઠક પર સિંગલ ફોર્મ જ ભરાયા છે જેમાં મુખ્યમંત્રી પેમા ખોડું નાયબ મુખ્યમંત્રી ચાઉના મીન અને પક્ષના અન્ય ત્રણ ઉમેદવારો છે.
આ રીતે ભાજપને 2024ની ચુંટણીમાં પ્રથમ સફળતા મળશે. રાજયમાં બે લોકસભા બેઠક માટે પણ ચુંટણી યોજાવાની છે અને તેમાં 15 ફોર્મ ભરાયા છે જેમાં કેન્દ્રીય મંત્રી કિરણ રિત્જુનો પણ સમાવેશ થાય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy